પર્યાવરણના જતન માટે ઈશ્વરિયાની શાળાના બાળકો દ્વારા ધરતીના છોરૂ અભિયાન ચાલી રહ્યું છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળા લગભગ દર શનિવારે ધરતીના છોરૂ બેઠક મળે છે. શિક્ષકોના સંકલન સાથે વિદ્યાર્થી બાળકો ધરતી માતાના જતન સંદર્ભે ચર્ચા વિચારણા તેમજ સાપ્તાહિક આયોજન કરેલ છે. તાત્કાલિન સરપંચ મુકેશકુમાર પંડિતની પ્રેરણાર્થી જળ અને વાયુ પ્રદુષણ સંદર્ભે જાગૃતિ હેતુ શાળાના બાળકો દ્વારા પાયાનું કાર્ય થઈ રહ્યું છે. આ બાળકો પોતાના ઘરે આવતો કચરો કે જે પર્યાવરણને હાનિ પહોંચાડે છે તેને એકઠો કરી શાળામાં લાવી એક સાથે નિકાલ કરવા આયોજન કરે છે. ઘરે આવતા, વપરાતા અને ફેંકી દેવાતા ઝબલાં, કચકડાની તુટેલી-ફુટેલી વસ્તુઓને ફેંકી દેવાથી ઉકરડાથી ખેતર-વાડી અનેન દીએથી સમુદ્રમાં જતાં તેની આડ અસર રૂપે ખેતીવાડીના પાક, નદીના જીવજંતુ તેમજ સમુદ્રના જળચરોને ભારે નુકસાન થાય છે. માણસો માંદા પડે અને પશુ-પક્ષી તેમજ વૃક્ષો અને વનરાઈ બધુ ઓછુ થઈ જાય. આવા સંકટની સમજ અહીં આપવામાં આવે છે.
આ અભિયાનની મુલાકાત મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક સરકારી કચેરીના પ્રતિનિધિઓ લેતા રહે છે. ઈશ્વરિયા કેળવણી મંડળના અધ્યક્ષ વીરશંગભાઈ સોલંકી તથા આચાર્ય હસમુખભાઈ પટેલ પણ માર્ગદર્શન આપતા હોય છે.
પર્યાવરણ જતન માટે આ ધરતીના છોરૂ અભિયાન ચાલી રહ્યું છે તેમાં શિક્ષકો પ્રકાશભાઈ પંચાલ તથા કીર્તિભાઈ ચૌહાણ વિશેષ જવાબદારી લઈ રહ્યા છે. શાળા પરિવારના રેખાબેન પટેલ તથા દિપ્તીબેન વાઘેલા પણ પુરક બને છે. વિદ્યાર્થીઓને પર્યાવરણના આ અભિયાનમાં નવલભાઈ ચૌહાણ, કિશોરભાઈ, મનિષાબેન મહેતા, ભુમિકાબેન પંચાલ તથા સિમાબેન વ્યાસ અવનવા આયોજનોમાં પુરક બની રહ્યા છે.
આ બાળકો ચોમાસમાં ગંદકી સામે જાગૃતિ કાૃય, ઘરે ઘરે તુલસી રોપણ, શૌચાલય અભિયાન, ફાટેલા નકામ કપડામાંથી થેલીઓનું નિર્માણ સાથે જાગૃતિના કાર્યો અને કાર્યક્રમો કરી ગામ અને સમાજને પ્રદુષણ સામે પર્યાવરણનો સુંદર સંદેશો આપી રહેલ છે.