પ્રોહિબીશનના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લેતી એસઓજી

475

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબ તથા એચ.એસ. ત્રિવેદી પો.સ.ઇ.ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ મહાવીરસિંહ ગોહિલ તથા ચંદ્રસિંહ વાળાને સયુંકત રીતે મળેલ બાતમી આધારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનાં પ્રોહિબીશનના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કેતન ઉર્ફે ઇક્કો વિનોદભાઇ શિયાળ ઉવ.૨૧  રહે. પ્લોટ નં.૧૪૦૫, ગુરૂ આશીષ પ્રાથમીક શાળા પાસે, રાજારામના અવેડો, ઘોઘા રોડ, ભાવનગરવાળાને ૧૪ નાળા ભારત કેટલ ફીલ્ટ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleકાપડીયાળી સ્કુલમાં ટીંબી જનજાગૃતિ
Next articleનાની પાણીયાળી પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી કરાઈ