નાની પાણીયાળી પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી કરાઈ

538

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કલસ્ટરની પેટા શાળા નાની પાણીયાળી પ્રા. શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે દાતા ઓ દ્વારા અનેક વિધ શૈક્ષણિક વસ્તુઓનુ દાન આપવામાં આવ્યુ.ધો.૧ માં પ્રવેશ મેળવેલ તમામ ભૂલકાંઓને સુશીલાબેન પરમાણંદભાઇ શાહ પરિવાર – મુંબઇ તરફથી સ્લેટ, ફુટપટ્ટી,સ્લેટપેન બોક્સનું વિતરણ કરવામાં આવ્યું.

શાળા ના વાલી, મકવાણા રૂપાભાઈ વેલજીભાઇ તરફથી ધો.૧ ના તમામ બાળકો ને દેશીહિસાબ અને ધો.૨ ના તમામ બાળકોને પેન આપવામાં આવી. વિમલ વડેરા સ્મૃતિ પરમાથૅ ટ્રસ્ટ, સોહનલાલ જૈન તથા સુમિત્રાદેવી વડેરા(જૈન)-જોધપુર, રાજસ્થાન દ્વારા શાળા ના તમામ વિધ્યાર્થીઓ ને નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું જૈન જાગ્રુતિ સેન્ટર-પાલીતાણા-સ્વ. હંસાબેન અશોકભાઈ દીઓરા ચેરીટેબલ ટ્રસ્ટ, પાલીતાણા દ્વારા શાળાના તમામ વિધ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ દરેક શૈક્ષણિક વસ્તુઓ મેળવી શાળાના વિધ્યાર્થીઓ આનંદિત થયા- શાળા માં બાળકોને શૈક્ષણિક વસ્તુઓનું દાન આપનાર દરેક દાતાઓનો નાની પાણીયાળી પ્રા.શાળા આચાર્ય રાકેશભાઇ દવે તથા નાની પાણીયાળી-૨ પ્રા. શાળા આચાર્ય,પોચાતર દડુભાઇ તથા બંને શાળા પરિવાર, કે. વ.શાળા આચાર્ય,જિતુભાઇ જોષી, સીઆરસી જ્યંતિભાઇ ચૌહાણ આભાર વ્યક્ત કરેલ.

Previous articleપ્રોહિબીશનના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લેતી એસઓજી
Next articleબરવાળાના વહિયા શાળામાં નોટબુકનું વિતરણ કરાયું