ભાવનગર ડિવીઝનનાં રેલ કર્મચારીઓનું સન્માન કરાયું

620

ભાવનગર રેલ્વે ડિવીઝનનાં બે કર્મચારીઓનું ડીઆરએમનાં હસ્તે જુન-૨૦૧૯ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ભાવનગર ડિવીઝનનાં લોકો પાયલોટ સી.યુ.વાજપાઇ ૧૨ જૂને સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન ચલાવતા હતા ત્યારે રાજુલા મહુવા વચ્ચે ટ્રેક ઉપર મોટુ ંઝાડ પડ્યું હોવાનું તેમણે જોતા સ્થિતિની ગંભીરતાને સમજી તુરંત ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને ઘટના સ્થળની પહેલા ઉભી રાખી તુરંત કંટ્રોલ ઓફીસે જાણ કરેલ. અને થોડા સમયમાં જ એન્જીનીયરીંગ વિભાગે ઘટના સ્થળની પહેલા ઉભી રાખી તુરંત કંટ્રોલ ઓફીસે જાણ કરેલ. અને થોડા સમયમાં જ એન્જીનીયરીંગ વિભાગે ઘટના સ્થળે પહોંચી જેસીબી મારફત ઝાડને ટ્રેક પરથી હટાવી ટ્રેનને આગળ રવાના કરાયેલ આમ લોકો પાયલટની જાગૃતતાનાં કારણે સંભવિત દુર્ઘટના ટળી હતી અને રેલ્વેની સંપત્તિ તથા માનવ જીંદગી બચી હતી.

આ ઉપરાંત સહાયક ઉપનિરીક્ષક નરેશભાઇ ચૌહાણ ૧૧ ેમેના રોજ રાત્રે ૮ વાગે ડ્યુટી દરમ્યાન ગાડીને જુનાગઢ રેલ્વે સ્ટેશે રવાના કર્યા બાદ પ્લેટફોર્મ નં.૧ નાં ફ્રુટ બ્રિજ પરથી પસાર થતા હતા ત્રે એક સફેદ કપડાંની બેગ લાવારીસ હાલતમાં પડેલ જેને સુરક્ષિત પોતાના કબ્જામાં લઇને સુરક્ષાદળ પાસે આવીને બેગ ચેક કરતા તેમાં ૩૦ ગ્રામ વજનનો સોનાનો હાર, રોકડા, રૂા.૩૦૦ અને બે જોડી કપડાં તથા કોસ્મેટીક્સ સામાન મળી રૂા.૯૧,૮૦૦નો મુદ્દામાલ હોય રેલ્વે કર્મચારી પ્રકાશભાઇ એ  જોતા  કહેલ આ સામાન તેના સંબંધીનો છે. તેને સામાન્ચય લેવા જુનાગઢ રેલ્વે સુરક્ષા દળે બોલાવી ખરાઇ કરીને સામાન્ય પરત આપવામાં આવ્યો હતો. આમ તેમની ઇમાનદારી બદલ તેમને ડીઆરએમનાં હસ્તે એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ.

Previous articleદેશ વિરોધી જેહાદી સંગઠનોની ગતિવિધી પર અંકુશ લાવવા માંગણી
Next articleગાંજાના જથ્થા સાથે ઇસમને પાલીતાણાથી ઝડપી લેતી એસઓજી