દામનગર ખાતે લેઉવા પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૦માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ૫૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા જેમને સમાજનાં આગેવાનો, સંતો, મહંતો સહિતે આર્શિવચન સાથે શુભેચ્છા પાઠવી હતી દાતાઓનાં સહયોગથી તમામ કન્યાઓને ભેટ સોગાદો સ્વરૂપે કરીયાવર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજનાં આગેવાનો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.