તળાજા ના દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા કોટડા અને મેથળા વચ્ચે દરિયામાં( બારા) તરીકે ઓળખાતા કિનારે અજાણ્યા યુવાન ની લાશ હોવાનું જાણવા મળતા લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા આ અંગે દાઠા પીએસઆઇ નીલેશભાઈ ગોહિલ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું અને સમર્થન આપતા કહ્યું હતું કે હા અજાણ્યા યુવાન ની લાશ છે અને વિકૃત થઈ ગઈ છે દાઠા પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે અને દરીયા વિસ્તાર અંલગ મરીનપોલીસ મથક ની પણ હદ મા આવતુ હોય તેમને જાણ કરતા અંલગ મરીનપોલીસ નો કાફલો ઘટના સ્થળે આવવા રવાના થઈ ગયા છે અને કોણ ગુમ થયુ કોણ ગાયબ છે કોની લાશ છે દરીયામાં તણાઈ ને આવી છે કે સ્થાનિક છે? વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક પોલીસે લાશનાં ફોટા પાડી વાયરલ કરતા લાશ મહુવાના દરજી યુવાન જનકભાઇ નિતિનભાઇ વાઘેલા (ઉ.વ.૨૬)ની હોવાનું ખુલવા પામ્યું હતું. તે ત્રણેક દિવસ પૂર્વે ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યો ગયો હતો જેની મહુવા પો.સ્ટે.માં જાહેર પણ કર્યુ ંહતું. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.