કુમુદવાડીમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપાયું

1524

ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાના હેતુથી અને આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ઇસમો ભારતીય ચલણી બનાવટી નોટો બજારમાં ખરા તરીકે ઉપયોગ કરતા તત્વો બાબતે માહિતી મેળવી આવા તત્વોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબને ખાસ કામ સોપેલ અને આજરોજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી ડી.ડી.ચૌધરી સાહેબની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબે પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદી તથા અન્ય એસ.ઓ.જી. પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આવા ઇસમો બાબતે માહિતી મેળવવા ખાનગી ઓપરેશન હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજરોજ એસ.ઓ.જી.એ ઓપરેશન કરી કુમુદવાડીમાંથી એક દુકાનમાંથી એક ઇસમને રૂપિયા ૫૬૭૦૦/- ની બનાવટી ભારતીય ચલણી નોટો તથા નોટો છાપવાના સાધનો સાથે ઝડપી પાડેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, આજરોજ  ભાવનગર એસ.ઓ.જી. પોલીસના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદીની આગેવાનીમાં પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે  ઓપરેશન કરેલે જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જીજ્ઞેશભાઇ વ્રજલાલ ધીંગાણી રહેવાસી કાળીયાબીડ ભાવનગરવાળો પોતાની બોરતળાવ કુમુદવાડીમાં આવેલ આશીષ રત્ન કોમ્પલેક્ષ ગોપાલ મેડીકલ પહેલા માળે ઉમા સેલ્સ એજન્સી નામની દુકાન ભાડે રાખેલ છે અને દુકાનમાં વેપારની આડમાં ભારતીય ચલણની બનાવટી નોટો છાપવાનું કામ કરે છે જે આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી  આરોપી જીજ્ઞેશભાઇ વ્રજલાલ ધીંગાણી ઉ.વ.૩૮ રહેવાસી ૨૦૭, લેક વ્યુ રચના-૧ રેસીડેન્સી ફ્લેટ, બીજા માળે, બોરતળાવ રોડ, સપ્તપદી હોલ સામે કાળીયાબીડ ભાવનગર વાળાને બનાવટી ભારતીય ચલણીની નોટો રૂપિયા ૨૦૦૦ ના દરની નોટ ૨૨ તથા ૫૦૦ ના દરની નોટ ૧૧ તથા ૨૦૦ ના દરની નોટ ૨૭ તથા ૧૦૦ ના દરની નોટ ૧૯ મળી કુલ રૂપિયા ૫૬૭૦૦/-    ઝડપી પાડેલ છે. અને સાથે નોટો છાપવા ઉપયોગમાં લીધેલ સ્ક્રેનર કમ પ્રિન્ટર-૧ કિ.રૂ઼. ૧૦૦૦૦/- તથા કાતર તથ ફુટ પટ્ટી તથા રોકડ રૂપિયા ૨૩૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ઼. ૫૦૦૦/- તથા આધારકાર્ડ-૧ તથા લાઇટબીલ-૧ મુદ્દામાલ મળી આવેલ જેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલે ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જેના આગળની તપાસ બોરતળાવ પોલીસ ચલાવી રહી છે.

અગાઉ કુંભારવાડા વિસ્તારમાં કેટલાક શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમાંથી એક શખ્સ પાસેથી બનાવટી ચલણી નોટ મળી આવેલ અને તેની પૂછપરછ દરમ્યાન બનાવટી નોટનું રેકેટ બહાર આવ્યું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Previous articleશહેરમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા
Next article૮ ધારાસભ્યોના રાજીનામા કાયદાકીય રીતે યોગ્ય નથી