બિહારમાં ફરીવાર ચમકી તાવથી છ બાળકોના મોત થયા છે. જ્યારે કે, ૨૨ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગયાની અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજમાં અત્યાર સુધીમાં ૨૦થી વધારે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડોક્ટર વીકે પ્રસાદે જણાવ્યુ હતુ કે, બાળકોના મોત અંગેના કારણ અંગે હજી સુધીમાં કોઈપણ પ્રકારની પુષ્ટી કરવામાં આવી નથી. મહત્વપૂર્ણ છે કે, મુજફ્ફપુરમાં ચમકી તાવથી મૃત્યુઆંક ૧૪૨ પર પહોંચ્યો છે. જેથી બિહારની નીતિશ સરકાર વિરોધીઓના નિશાને આવી છે. આરજેડીનો આરોપ છે કે, રાજ્યમાં બાળકોના મોત મામલે નીતિશ કુમારની જવાબદાર છે.