સ્ટાર શર્મિન સહગલ કાર્તિક આર્યનથી ખુબ પ્રભાવિત છે

1017

હાલના દિવસોમાં તો કાર્તિક આર્યન વધારે લાઇમલાઇટમાં દેખાય છે. આના માટે તેની ફિલ્મો નહીં બલ્કે તેની પર્સનલ લાઇફ જવાબદાર છે. કાર્તિક આર્યન હાલમાં કોઇની સાથે રિલેશનશીપમાં નથી. જો કે તેના પર બોલિવુડની કેટલીક ઉભરતી સ્ટાર ફિદા છે. જેમાં સારા અલી  અને અનન્યા પાડે સામેલ છે. હવે કાર્તિકને પસંદ કરનારમાં શર્મિન સહગલ પણ સામેલ થઇ ગઇ છે. સારા અને અનન્યા દ્વારા ક્રશ દર્શાવવામાં આવ્યા બાદ હવે સહગલ પણ પ્રભાવિત હોવાના હેવાલ મળ્યા છે. મલાલ ફિલ્મ મારફતે તે હાલમાં જ ડેબ્યુ કરી ગઇ હતી. તેનુ કહેવુ છે કે તેને આર્યન પસંદ છે. તે કાર્તિકની સાથે કોફી ડેટ પર જવા માટે ઇચ્છુક છે. કાર્તિકને સારી રીતે સમજવાની  તેની ઇચ્છા રહેલી છે. કાર્તિક આર્યન હાલમાં બે ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

Previous articleવીરે દી વેડિંગની સિક્વલ  ફિલ્મને લઇ સ્વરા ઉત્સુક
Next articleજાડેજા વિવાદ : સંજય માંજરેકરે માઇકલ વોનને ટ્‌વીટર પર બ્લોક કર્યો