ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન વચ્ચે રવીન્દ્ર જાડેજાને લઈને વિવાદ વધી ગયો ચે. વોને મંગળવારે જાણકારી આપી કે માંજરેકરે તેમને ટ્વીટર પર બ્લોક કરી દીધા છે. વોને ટ્વીટર પર લખ્યું, ’બ્રેકિંગ ન્યૂઝ, મને માંજરેકર દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે.’ માંજરેકરે જાડેજાને પૂર્ણ ખેલાડી ન માનતા કહ્યું હતું કે, તે ટીમમાં તેના સ્થાન પર એક પૂર્ણ બોલર કે પૂર્ણ બેટ્સમેનને સામેલ કરે. આ વાત પર જાડેજાએ ટ્વીટ કરી માંજરેકરને ખેલાડીઓનું સન્માન કરવાની વાત કરી હતી. ભારતે આઈસીસી વિશ્વ કપ-૨૦૧૯ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી અને માંજરેકરે પોતાની ટીમમાં જાડેજાને પસંદ કર્યો હતો. આ જોયા બાદ વોને માંજરેકરની મજાક કરવાનું શરૂ કર્યું જેને માંજરેકરે પૂરી કરી દીધી હતી. વોને પોતાના ટ્વીટમાં લખ્યું, મેં જોયું કે, તમે એક એવા ખેલાડીને પસંદ કર્યો છે જે પૂર્ણ નથી. તેનો જવાબ આપતા માંજરેકરે લખ્યું, મારા દોસ્ત વોન, મેં ભવિષ્યવાણી કરી છે ન તો આ મારી ટીમ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી મેચ પહેલા માંજરેકરે આઈએએનએસને કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન બાદ પણ કુલદીપ યાદવ અને ચહલને આગામી મેચમાં જગ્યા આપત. જાડેજાએ તેના પર માંજરેકરને ખેલાડીઓનું સન્માન કરવાનું કહ્યું હતું.