વિશ્વકપમાં બાંગ્લાદેશની ટીમનો ફિયાસ્કો થતાં કોચ ર્હોડ્‌સને હાંકી કાઢ્યા

806

વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ ગયેલી બાંગ્લાદેશની ટીમે કોચ સ્ટીવ ર્હોડ્‌સને મુદત પૂરી થયા પહેલાં જ કોચના હોદ્દા પરથી કાઢી મૂક્યા છે. બાંગ્લાદેશની ટીમ સેમી ફાઇનલ માટે ફેવરિટ ગણાતી હતી, પરંતુ છેવટે એ આઠમા સ્થાન પર રહી હતી. ભારત પૉઇન્ટ્‌સ-ટેબલમાં મોખરે હતું.

ઇંગ્લૅન્ડના સ્ટીવ ર્હોડ્‌સને જૂન ૨૦૧૮માં બે વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યા હતા. તેમને આવતા વર્ષના ટી-ટ્‌વેન્ટી વર્લ્ડ કપ સુધી રહેવાનું કહેવાયું હતું, પણ વન-ડેના વિશ્વ કપમાં બાંગ્લાદેશની ટીમનો ફિયાસ્કો થતાં તેમને જતા રહેવાનું કહેવાયું છે. જોકે, આ નિર્ણય ર્હોડ્‌સની સંમતિ પછી જ લેવામાં આવ્યો છે.

બાંગ્લાદેશની ટીમ હવે આ મહિનાના અંત ભાગમાં શ્રીલંકાના પ્રવાસે જશે જ્યાં ત્રણ મૅચની વન-ડે શ્રેણી રમાશે. દરમિયાન, ભારતનો ભૂતપૂર્વ સ્પિનર સુનીલ જોશી બાંગ્લાદેશનો સ્પિન-બોલિંગ કોચ છે અને તેનો કરાર લંબાવવામાં નથી આવ્યો.

Previous articleજાડેજા વિવાદ : સંજય માંજરેકરે માઇકલ વોનને ટ્‌વીટર પર બ્લોક કર્યો
Next articleઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રોમાંચક જંગ