મોદી સરકાર-૨ સત્તામાં પ્રચંડ બહુમતિ સાથે આવ્યા બાદ અમેરિકા સાથે વધુ સારા સંબંધ સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી. સાથે સાથે દ્ધિપક્ષીય સંબંધ મજબુત કરવા મુદ્દા પર વાતચીત થઇ હતી. હવે ટ્રેડ વોરનો અંત લાવવા માટે ભારત અમેરિકાની પાસેથી ૧૦૦૦ વિમાનો ખરીદશે. ભારતે આગામી સાતથી આઠ વર્ષના ગાળામાં વિમાનો ખરીદવા માટેની યોજના બનાવી છે. આ ઉપરાંત અમેરિકા પાસેથી તેલ અને ગેસની ખરીદીમાં વધારો કરવા માટેની વાત પણ કરવામાં આવી રહી છે. થોડાક સમય પહેલા અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાના વેપાર પ્રતિનિધી માર્ક લિસ્કોટ વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. વેપારના મોરચા પર ઉભી થયેલી સમસ્યાને લઇને વાતચીત કરશે. ભારત તરફથી અમેરિકા તરફથી આયાત થનાર ૨૯ ચીજો પર આયાત ડ્યુટીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ પણ ભારત એ બાબત સમજાવવાના પ્રયાસમાં છે કે તેમના દ્વારા મુકવામાં આવેલા જવાબી ટેક્સ ડબલ્યુટીઓની તરફથી તેને મળેલા અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. આ ટ્રેડ વોરની શરૂઆત અમેરિકા જ ભારત તરફથી આયાત થનાર સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેકસ વધારીને કરી હતી. ભારત તરફથી અમેરિકાની સામે એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે તેના તરફથી ટેક્સમાં વધારો કરવાના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત તરફથી વધારી દેવામાં આવેલા ટેક્સના દરો ચોથી ઓગષ્ટથી અમલી બનનાર છે. રશિયા અને અમેરિકા સાથે વેપાર સંતુલન જાળવી રાખીને ભારત આગળ વધવા માટે ઇચ્છુક છે. ભારત તેની સેનાને મજબુત કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને તૈયાર છે.