અમદાવાદ શહેરમાં નવી ઓફિસ સ્પેસમાં રેકોર્ડ ૧૯૨ ટકાનો વધારો થયો છે. એચ૧ ૨૦૧૮માં તે ૦.૦૮ એમએનએસક્યુ મીટર (૦.૯૧ એમએનએસક્યુ એફટી) હતો,તે એચ૧ ૨૦૧૯માં વધીને ૦.૨૫ એમએનએસક્યુ મીટર (૨.૬૫ એમએનએસક્યુએફટી) થઈ ગયું છે. ઓફિસ સ્પેસ વોલ્યુમમાં પણ ૨૫ ટકાનો વધારો થયો છે. એચ૧ ૨૦૧૮માં તે ૦.૦૪ એમએનએસક્યુ મીટર (૦.૪૦ એમએનએસક્યુ એફટી) હતો જે એચ૧ ૨૦૧૯માં વધીને ૦.૦૫ એમએનએસક્યુ મીટર (૦.૫૯ એમએનએસક્યુ એફટી) થઈ ગયો છે.
એચ-૧ ૨૦૧૮ની તુલનામાં એચ-૧ ૨૦૧૯માં વેકેન્સી રેટ ૨૪.૬૩ ટકાથી વધીને ૩૪.૦૩ ટકા થઈ ગયો છે આઈટી-આઈટીઈએ સેક્ટરના ભાગમાં કુલ ટ્રાન્સેક્ટેટેડ સ્પેસના રેકોર્ડ ૧૪ ટકાનો વધારો થયો છે. એચ૧ ૨૦૧૯માં ઉત્પાદન સેક્ટરમાં શહેરના કુલ સ્પેસ ટ્રાન્સએક્ટેડમાં ૨૭ ટકાનો વધારો થયો છે. અન્ય સર્વિસ સેક્ટરનો હિસ્સો એચ૧ ૨૦૧૮માં ૪૩ ટકાથી વધીને એચ-૧ ૨૦૧૯માં ૫૪ ટકાથઈ ગયા છે. કંપનીઓ કે જે કો-ર્વકિંગ સ્પેસમાં કાર્યરત છે તેમાં એચ ૧ ૨૦૧૯માં ૫,૮૪૮ સ્કવેર ફીટ (૬૨,૯૪૩ સ્કવરે ફીટ)નો વધારો થયો છે. સીબીડી વેસ્ટને ઓફિસ સ્પેસ માર્કિટંગમાં સૌથી મહત્વનું ગણવામાં આવે છે જેમાં કુલ ટ્રાન્સેક્ટેડ ઓફિસ સ્પેસના હિસ્સામાં એચ૧ ૨૦૧૯માં ૫૨ ટકાનો ઘટાડો થયો છે. એચ૧ ૨૦૧૯માં સીબીડી વેસ્ટમાં એસજી હાઈવે પણ નંબર વનના સ્થાને યથાવત છે. એચ-૧ ૨૦૧૮માં તેનો હિસ્સો ૩૨ ટકા રહ્યો હતો, જે એચ૧ ૨૦૧૯માં ૩૪ ટકા થઈ ગયો છે. એસજી હાઈવે અને એસપી રિંગ રોડ વચ્ચેનો કોરીડોર શહેરના રિયલ એસ્ટેટમાં સૌથી વધુ કિંમત ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તાર પ્રીમિયમ રહેણાંક અને ઓફિસ માટેનું હબ ગણાય છે.