માન્ચેસ્ટરના ઐતિહાસિક મેદાન ખાતે આજે આઈસીસી વર્લ્ડકપમાં સૌથી મોટો અપસેટ સર્જાયો હતો અને વરસાદગ્રસ્ત મેચ રિઝર્વના ડેના દિવસે રમાયા બાદ ભારતની આશ્ચર્યજનકરીતે ન્યુઝીલેન્ડ સામે ૧૮ રને હાર થઇ હતી. જીતવા માટેના ૨૪૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આજે રિઝર્વ ડેના દિવસે ભારતીય ટીમ ૪૯.૩ ઓવરમાં ૨૨૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. એક વખતે ભારતે ચાર વિકેટ માત્ર ૨૪ રનમાં ગુમાવી દેતા ક્રિકેટ ચાહકોમાં સોપો પડી ગયો હતો અને ભારતીય ટીમની હાર એ વખતે જ લગભગ નિશ્ચિત થઇ ગઇ હતી. જો કે, આજની મેચમાં ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની અને જાડેજાએ છેલ્લી ઘડી સુધી ભારતની આશા જીવંત રાખી હતી અને મેચને રોમાંચક બનાવી દીધી હતી અને મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી. જાડેજાએ ૫૯ બોલમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ઝંઝાવતી ૭૭ રન બનાવ્યા હતા જ્યારે ધોની ૭૨ બોલમાં ઉપયોગી ૫૦ રન કરીને આઉટ થયો હતો. ધોની ગુપ્ટિલના ડાયરેક્ટ થ્રોથી રનઆઉટ થતાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો અને ભારતની હાર છેલ્લી ઓવરમાં નક્કી થઇ હતી. ધોનીએ છેલ્લી ઓવર સુધી બાજી રાખી હતી. છેલ્લી પાંચ ઓવરમાં ભારતે નિરાશાજનક દેખાવ કરીને ૪૦ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વર્લ્ડકપમાં હજુ સુધીની નવ મેચમાં સૌથી વધુ ૬૪૭ બનાવનાર રોહિત શર્મા આજની મેચમાં માત્ર એક રન કરીને આઉટ થયો હતો જ્યારે પાંચ અડધી સદી ફટકારનાર કેપ્ટન વિરાટ કોહલી પણ એક રન કરીને આઉટ થયો હતો. વર્લ્ડકપમાં હજુ સુધી નવ મેચમાં પાંચ સદી ફટકારનાર અને મોટાભાગે ભારત તરફથી જોરદાર શરૂઆત કરનાર રાહુલ અને રોહિત શર્મા સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. હેનરીએ જોરદાર તરખાટ મચાવીને શરૂઆતની બે વિકેટ લીધી હતી જ્યારે કોહલીને બોલ્ટે માત્ર એક રને આઉટ કરીને ક્રિકેટ ચાહકોમાં સોપો પાડી દીધો હતો. ન્યુઝીલેન્ડની ટીમ બીજી વખત સતત ફાઈનલમાં પહોંચી છે. છેલ્લા વર્લ્ડકપમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામે તેની હાર થઇ હતી. ભારત પોતાની છેલ્લી મેચમાં શ્રીલંકાને હાર આપ્યા બાદ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું હતુ અને તે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર રહેલી ન્યુઝીલેન્ડની ટીમ સામે આજે મેદાનમાં ઉતર્યું હતું. ભારતીય ટીમ હોટફેવરિટ તરીકે દેખાઈ રહી હતી. સેમિફાઇનલની વાત કરવામાં આવે તો હજુ સુધી ઇતિહાસ ભારતીય ટીમની સાથે રહ્યો હતો. વિશ્વકપના ઇતિહાસની વાત કરવામાં આવે તો આજની મેચ પહેલા ભારતે હજુ સુધી સાત સેમિફાઇનલ મેચો પૈકી પૈકી ચારમાં જીત મેળવી હતી જ્યારે ન્યુઝીલેન્ડે આઠ સેમિફાઇનલ મેચો રમી હતી જેમાં એકમાં તેની જીત થઇ હતી. જેથી ન્યુઝીલેન્ડને સેમિફાઇનલ માટેના ચોકર્સ તરીકે ગણવામાં આવી રહ્યું હતું. ન્યુઝીલેન્ડને આજે ચોકર્સ તરીકેની તેની છાપ દૂર કરી હતી અને ભારત જેવી મજબૂત ટીમ સામે ૧૮ રને રોચક જીત મેળવી ફાઇનલમાં આગેકૂચ કરી દીધી હતી. વર્ષ ૨૦૧૫ના વર્લ્ડકપમાં પણ ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી હતી જ્યાં યજમાન ટીમ હોવા છતાં અન્ય યજમાન ટીમ