‘વરસાદનો છે સાદ નહિ કરો પાણી બરબાદ’

567

કહેવાય છે કે જળ એજ જીવન છે પરંતુ આ પંક્તિ ફક્ત બોલવામાં જ સારી લાગે છે. દિવસે ને દિવસે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતું જાય છે જેના પરિણામે પૃથ્વી પરનો બરફ ખુબજ તીવ્ર ગતિએ પીગળી રહ્યો છે જેના પ્રતાપે અકાળે કુદરતી આફતો જેમ કે અણધાર્યો મુશળધાર વરસાદના પરિણામે પૂર, કમોસમી વરસાદરૂપી વાવાજોડું અને  દુકાળ જેવી અનેક વિપત અવસ્થાનું  સર્જન થાય છે જેના પરિણામે પૃથ્વી પરની માનવ જાતિ ત્રાહિમામ પોકારી ઉઠે છે. ભગવાને પૃથ્વીનું સર્જન કરીને આપણને કુદરતની અમૂલ્ય ભેટ આપી જેમ કે વૃકનો છાંયડો, સૂર્યની કિરણ અને વરસાદના ઝાપટા પરંતુ કહેવાય છે ને કે જે વસ્તુ સહેલાયથી મળી જાય તેની આપણને કિંમત નથી હોતી એટલેજ આજે આપણને દર વખતો વખત આપણને કુદરતની આફતનો કહેર ભોગવવો પડે છે. આટ આટલી કપરી પરિસ્થિતિનો સામનો કર્યાં પછી પણ મનુષ્ય સુધારવાનો નામ નથી લેતો વગર જરૂરે પાણીનો બગાડ, કોઈ પણ કારણ વગર ફુલડાને તોડીને મોજ મસ્તીનો આનંદ લેવો અને વાતાવરણમાં બીજનજરૂરી પ્રદુષણ ફેલાવીને આખા વાતાવરણનો બગાડ કરીને ગ્લોબલ વાર્મિંગને પ્રેરણા આપી રહ્યો છે. જેમ કોઈ એક નાનું બાળકને આપણે જે વસ્તુ લઇ દેવાની ના પાડીએ તેમ તેમ તે વધુ તે વસ્તુની જીદ કરે છે તેવીજ રીતે  સરકાર દ્વારા કે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા જેટલી વાર આપણને ટકોર કે સૂચના આપવામાં આવી છે કે પર્યાવરણને નુકશાન ન કરો, પ્રદુષિત ન કરો કે વગર જરૂરે કુદરતી વસ્તુને વેડફો નહિ તેમ તેમ બમણા પ્રમાણમાં આપણે તેને વધુ નુકશાન પોચડીએ છીએ. જેમ સમયની કિંમત ન કરીએ તો સમય આપણી કિંમત નથી કરતો અને તે તેનો રસ્તો કરી લે છે એવીજ રીતે જે રીતે આપણે કુદરતી સુંદરતા જેમ કે સરોવર, નદી કે ઝાડ પાનને નુકશાન પોહચાડી રહ્યા છે યાદ રાખજો આવનારા દિવસોમાં આજ કુદરતી સુખના સાધનો માટે આપણે વલખા મારવા પડશે. રોજ બરોજ લખો વૃક્ષઓનું નિકંદન કરીને માવી પોતાના સુખનો રોટલો સેકી રહ્યો છે, બિન જરૂરી પણ વેડફીને સમગ્ર શ્રુષ્ટિ પર પાણીની અછત ઉભી કરી રહ્યો છે જેના પરિણામે સંપૂર્ણ નિઃશુલ્ક એવા પાણી પણ મીટરના કાંટે ભાવથી વેહ્‌ચાય છે ઘરની આજુબાજુ રહેલ નદીઓના પાણીનો બગાડ કરે છે કચરો ફેંકીને અને ગંગાજળ લાવીને તેની પૂજા કરે છે ધૂળ છે આપણા આવા ઢોંગી પાણાને કે સાચા ને ખોટું અને ખોટાને સાચું હોવાનું સાબિત કરે છે. કોઈ પણ ધર્મનાનો ભગવાન ક્યારેય એવું નથી કેહતો કે તમે કુદરત સાથે ચેડાં કરીને મને ખુશ રાખો પરંતુ ધર્મના નામે ધતિંગ કરવા વાળા આપણે ગંગાની અંદર પુષ્કળ પ્રમાણમાં મન ફાવે તેમ કચરો નાખીએ છીએ અને પછી તેજ ગંગાના પાણીને પવત્ર ગણીને તે પાણીનું રસપાન કરીએ છીએ. ઝાડ અને વૃક્ષની ખેવના નથી કરી સકતા અને બીલી પત્રના પાનથી ભોળ્યા નાથને પ્રસન્ન કરી રહ્યા છે. સૂર્યદેવને જળ અર્પણ કરનારા આપણેજ તે સૌરઉર્જાથી બનતી વીજળીનો ઉપયોગ કરવા સૌથી પાછળ આવીએ છીએ. કુદરતી પવન સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ હોવા છતાં એરકંડિશનની મઝા મળીને ગ્લોબલ વોર્મિંગને પ્રેરણા આપી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો સવારથી ઉઠીને રાત્રે સુવાના સમય સુધી આપણે માત્રને માત્ર પૃથ્વી અથવા કુદરતને આફત પોહચાડી રહ્યા છે અને જયારે કુદરત પોતાનો કહેર બતાવે છે ત્યારે તેજ કુદરતને દોષી માની રહ્યા છે તો શું આપણી કોઈ ફરજ નથી કે આપણે કુદરતને સુરખીત રાખીને આપણા અને આવનારી પેઢીના ભવિષ્યને અનુકૂળ અને શ્રેષ્ઠ બનાવીએ. આંદોલન સ્વછતાના, પાણી બચાવોના અને દેશ ભક્તિના તો અનેક કર્યા પરંતુ કેટલો સમય કે કેટલો દિવસ ૨-૪ દિવસ પૂરતી આપણી રાષ્ટ્ર ભક્તિ અને દેશ ભક્તિ દેખાડતા ઝાડનું વાવેતર કરીએ છે, સેલ્ફી પડાવવા માટે નદીના પાણીમાં બેસીને નદી સાફ કરી રહ્યા હોઈએ એવો ઢોગ કરીએ છીએ શું કામ અને સેનાએ માટે તમે કોઈનું સારું નથી કરી સકતા તો તમને તેને દુઃખ પોહ્‌ચાડવાનો જરાક પણ અધિકાર નથી શું આશા રાખે કુદરત આપણી પાસે કે ફક્ત તેને સ્વસ્થ અને સ્વચ્છ રાખો બીજું તો કશું માંગ્યું નથી કુદરતે આપણા પાસે, અરે કોઈ એક હોટલમાં તમે કલાક રહો તો તેનું ભાડું ચૂકવવું પડે છે જયારે સંપૂર્ણ મફત વસ્તુ આપતી  કુદરત પાસે આપણે તેનો લાભ તો લઇ લઈએ છે અને સામે છેડે તેનો ઉપકાર માનવ કરતા તેની ઉપર અપકાર કરીને તેને વિનાશ કરી રહ્યા છે. શરમ આવે છે આપણા દેશના દરેક જનતા પર કે તમે જે થાળીમાં જમો ચો તેજ થાળીમાં ખાડો પડી રહ્યા છો ?? કહેવાય છે કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો તેનો માર પડે ત્યારે ભાન આવે છે કે આ તો બહુ મોટી ભૂલ થઇ ગઈ પરંતુ ત્યારે સમય વીતી ચુક્યો હોય છે. જેમ કેન્સરની ખબર છેલ્લા સ્ટેજમાં પડે તો તેની સામે ગમે એટલી લડત આપો તે નિષ્ફળ છે તેવીજ રીતે જે રીતે આપણે કુદરત અને તેની આપેલી અમૂલ્ય વસ્તુરૂપી વાયુ, જળ અને ઝાડને નુકશાન પોહચાડી રહ્યા છીએ તો હજી પણ સમજી જઈએ તો ઘણું મોડું નથી થયું નહિ તો આવનારા દિવસો દૂર નથી કે પાણી માટે પણ આપણે જે રીતે રહેવા અને ભણવા માટે તગડું ભાડું અને ભણતર માટે લખો રૂપિયાની ફી આપી રહ્યા છે તેવીજ રીતે શુદ્ધ વાયુ એટલે કે ઓક્સીજેન માટે પણ હજારો રૂપિયા આપવા પડશે અને જે રીતે આપણે વૃક્ષનું નિકંદન કરી રહ્યા છે તો શુદ્ધ શાકભાજીને ભૂલીને આપણે દવાથી ઉગાડેલા શાકભાજીનો ઉપયોગ કરવો પડશે જે આપણી ભૂખને તો સંતોષ કરશે પણ કહેવાયને પથ્થર પર પાણી એમ શરીરને માયકાંગલું  અને શક્તિહીન કરી નાખશે જેથી કરીને અખૂટ પૈસાવાળો ધનિક વ્યક્તિ પણ પૈસાથી તો તાજોમાજો પણ શરીથી કુપોષણ અને બીમારી શૈયામાં છતે પૈસે ગરીબી અને લાચારીના ઘૂંટડા પી રહ્યો હશે માટેજ આજથી કુદરતને આપણે કશું આપી ના શકીએ તો ભલે પરંતુ તેને વેડફીને તમારી અને આવનારી પેઢીનું જીવન બરબાદ કરવા માટે મહેરબાની કરીને ઉદાહરણ ન બનો, શક્ય હોય તો કુદરતને આફત માંથી બચવાનો પ્રયાસ કરો અને જો તે પણ ન થાય તો પોતે અથવા આસપાસના લોકોને કુદરતને હાનિ પોહ્‌ચાડતા રોકીને આવનારા ભવિષ્યને સુંદર સાર્થક અને પ્રદુષણ મુક્ત કરીને સ્વછ રહો તંદુરસ્ત રહો પોતે તો મસ્ત સાથો સાથ કુદરતનું કલ્યાણ કરીને આવનારી અંધારી આફતથી બચવા માટે પાણી પહેલાજ પાળ બાંધો.

Previous articleવલ્લભીપુરનાં કાનપર ગામનાં રાજપૂત યુવાન જમ્મુ-કાશ્મીરમાં શહિદ થયા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે