બરવાળા ખાતે બી.આર.સી.ભવન ખાતે દિવ્યાંગ બાળકોને સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં બરવાળા તાલુકાનાં ૫૦ જેટલા વિધ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બરવાળા બી.આર.સી.ભવન ખાતે સર્વ શિક્ષા અભિયાન ના આઈડી વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકો ને સાધન સહાય માટે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જુદી જુદી કેટેગરીના દિવ્યાંગ બાળકોએ ભાગ લીધેલ હતો આ કેમ્પમાં ઓલમ્પસ કંપની દ્વારા સાયકલ કેલિપર્સ વોકર સ્પિલન્ટ, હિયરિંગ મશીન ,બગલ ઘોડી ,એમ આર કીટ વગેરે સાધન સહાય આપવામાં આવશે એ માટે આજે વિવિધ પ્રકારની દિવ્યાંગતા ચકાસવા જિલ્લા આઈ.ઈ.ડી. કો.ઓ. જગતભાઈ મારુ સહિત ૫ ડોકટરોની ટિમ બી.આર.સી. ભવન ખાતે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં બરવાળા તાલુકાની તમામ પ્રાથમિક શાળા માંથી ૫૦ થી વધુ બાળકો એ ભાગ લીધેલ અને તેવોનું એસેસમેન્ટ કરવામાં આવ્યુ હતુ તેમજ આગામી સમયમા આ તમામ દિવ્યાંગ બાળકોને પોતાની દિવ્યંગતા મુજબ સહાયક બની શકે એવા સાધનોનું વિતરણ પણ કરવામાં આવશે. આ કેમ્પ દિવ્યાંગ બાળકોના સશક્તિકરણ માટે તેમજ સામાજીક અને શૈક્ષણિક વિકાસ માટે એસ.જે. ડુમરાળિયાના માર્ગદર્શન હેઠળ નિલેશભાઈ કણઝરિયા બી.આર.સી કો.ઓ.તેમજ આઈઇડી બી.આર.પી.ના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો તેમજ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.