અદાણી વિલ્મર ફોર્ચ્યુન ખાદ્યતેલનું રીસાયકલ પેકેજીંગ તૈયાર કરશે

807
guj1422018-4.jpg

પર્યાવરણની જાળવણી માટે નિષ્ઠા જાળવીને દેશમાં ખાદ્ય તેલના સૌથી મોટા ઉત્પાદક અદાણી વિલ્મર લિમિટેડે આજે જાહેરાત કરી છે કે તે ક્રમશઃ તેમનું ખાદ્ય તેલનું પેકેજીંગ વર્ષ ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી સમગ્ર પણે રિસાયકલીંગ થઈ શકે તેવા પેકેજીંગ તરફ આગળ વધશે.
હાલમાં અદાણી વિલ્મર દર મહિને અંદાજે ૩૦૦ મે. ટન જેટલી પ્લાસ્ટીક ફિલ્મનો ઉપયોગ કરે છે અને ૧ કિ.ગ્રા. જેટલી ફિલ્મમાંથી અંદાજે ૧૩૦ પાઉચ તૈયાર થાય છે. આ યોજનાના ભાગરૂપે સૌથી વધુ ઝડપથી વિકસતી ફૂડ એફએમસીજીએ હવે તેનું પેકેજીંગ નવું ફોર્મ્યુલેશન ધરાવતી એવી પ્લાસ્ટીક ફિલ્મ કરશે કે જે નવતર પ્રકારના પોલિથીલીન રેઝીન દ્વારા કરશે અને આ પીઈ લેમિનેટ સોલ્યુશન તેમના સમર્પિત સપ્લાયર વિશાખા પોલિફેબ પ્રા.લિ. પાસેથી મેળવશે.
અદાણી વિલ્મર દ્વારા વીપીપીએલ સાથે ૯ માસનો કરાર કરવામાં આવ્યો છે. આ ગાળા દરમ્યાન તેમને નવતર પ્રકારના પેકેજીંગનો ઉપયોગ કરીને સમગ્ર ખાદ્ય તેલ ઉદ્યોગમાં વપરાશનો એક માત્ર અધિકાર પ્રાપ્ત થશે.
અદાણી વિલ્મરના સીઓઓ અંગ્શુ મલ્લિક જણાવે છે કે અદાણી વિલ્મર પર્યાવરણની જાળવણી માટે એક મજબૂત કદમ ઉઠાવી રહ્યું છે. ઉદ્યોગમાં સૌપ્રથમવાર એક લિટરનું ખાદ્ય તેલનું નવું પેકેજીંગ ફોર્ચ્યુન બ્રાન્ડના ખાદ્યતેલ માટે શરૂ કરવામાં આવશે અને ક્રમશઃ  અન્ય બ્રાન્ડઝ પણ આવરી લેવામાં આવશે. અમે વર્ષ ૪૭ કરોડ પાઉચ/લીટરનું ઓઈલ પેકેજીંગ કરીએ છીએ, જેનો ગ્રાહકોને સીધો લાભ થતો નથી. હવે ખાલી પેકેટ પસ્તીવાળાને વેચી શકાશે અને તેનો નિકાલ કરીને પર્યાવરણ ઉપર દબાણ કરવાને બદલે રિસાયકલ થઈ શકશે. અમારા માટે પેકેજીંગને રિસાયકલ કરવા માટે કેમિકલના કારણે ઉત્પાદન ખર્ચમાં મામુલી વધારો થશે, પરંતુ તે વધારો ગ્રાહકો ઉપર લાદવામાં નહીં આવે અને સંપૂર્ણપણે અમે ભોગવી લઈશું.
પોલિથીલિનનું નવતર પ્રકારના ફોર્મ્યુલેશન રેઝીનને ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નેજા હેઠળ કામ કરતી સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટીક્સ એન્જીનિયરીંગ અને ટેકનોલોજી તરફથી માન્યતા પ્રાપ્ત થઈ છે. જે પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કો-એક્સ્ટુડેડ મલ્ટી લેયર ફિલ્મને રિસાયકલ કરી શકાશે. નવા રિસાયકલ થઈ શકે તેવા પાઉચને કંપનીની આંતરિક લેબોરેટરીના ડીઆરએટી ઈમ્પેક્ટ ટેસ્ટ, ડ્રોપ ટેસ્ટ અને ઈન્ક એધેશન ટેસ્ટમાં પણ માન્યતા પ્રાપ્ત થઈ છે.
અદાણી વિલ્મરે દુનિયાના ૧૯ દેશોમાં નિકાસ કરીને વિશ્વના બજારોમાં પણ હિસ્સો નોંધાવ્યો છે. ખાદ્ય તેલની નંબર-૧ પ્રોડક્ટ તરીકે પ્રભુત્વ પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના પોર્ટફોલીયોમાં સોયા નગેટસ, બાસમતી ચોખા, બેસન, દાળ-કઠોળ અને વનસ્પતિનો સમાવેશ કર્યો છે.

Previous articleએસ્ટર ડીએમ હેલ્થકેર લી.નો ઈશ્યુ ખુલ્યો
Next articleભાંકોદરની સ્વાઈ એનર્જી કંપનીએ કામના નાણા ન ચુકવતા ગ્રામજનો દ્વારા ચક્કજામ