ખંડણીના ઇરાદે અપહરણ, લૂંટના ગુનામાં પંદર વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝબ્બે

565

આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે નિલમબાગ પો.સ્ટે. ખંડણી માંગવાના અપહરણના  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કિશોરભાઇ લવજીભાઇ ગોળકીયા રહેવાસી- મુળ ગામ-બજુડ તા.ઉમરાળાવાળો હાલ-મુંબઇ ખાતે તેના ઘરે છે તેવી હકિકત મળતા તુરત સ્ટાફના માણસો મુંબઇ ખાતે જઇ મજકુર આરોપી કિશોરભાઇ લવજીભાઇ ગોળકીયા/ પટેલ ઉ.વ.ઃ-૪૧ રહેવાસી- મુળગામ-બજુડ તા.ઉમરાળા ભાવનગર હાલ મુંબઇવાળાને તેના ઘરેથી દબોચી લઇ મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. તેમજ મજકુર આરોપીની પુછપરછ કરતા પોતે ગુન્હો કર્યા બાદ મુંબઇ તથા ગલ્ફના જુદા-જુદા દેશોમાં રહેતો હતો તેમ જણાવેલ આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.

Previous articleચકચારી કાળીયાબીડ મર્ડર કેસનાં ફરાર આરોપીને ઝડપી લેતી એસઓજી
Next articleક્રિકેટ સટ્ટાનાં ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો