આત્મ વિલોપનની ચીમકી આપનાર યુવાનની ધડપકડ

672

ભાવનગર કલેકટર કચેરી ખાતે દલિત યુવાને આત્મ વિલોપનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ જેસર તાલુકાનાં મોરપુપણા ગામે રહેતા દલીત યુવાન વિજયભાઇ માયાભાઇ સાગઠીયાએ મિલ્કતનાં વિવાદમાં અન્યાય થયો હોવાની લાગણી સાથે સ્થાનિક તંત્રવાહકોને ન્યાય આપવા રજૂઆત કરતા અને આ અંગે સંતોષ જનક કામગીરી નહીં થતા આ યુવાને આજે કલેકટર કચેરી એ આત્મ વિલોપનની ચીમકી આપતા પોલીસતંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

દરમ્યાન આત્મવિલોપનની ચીમકી આપનાર યુવાન અને તેના પરિવારજનો ટાઉનહોલ પાસે પહોંચ્યા હતા. ત્યાં જ પોલીસે યુવાનની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Previous articleક્રિકેટ સટ્ટાનાં ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો
Next articleશહેર કોંગ્રેસ માઇનોરીટી વિભાગ દ્વારા મોબલીન્ચીંગના વિરોધમાં આવેદન પાઠવ્યું