ભારત દેશના ઝારખંડ રાજ્યમાં ગત તા.૧૭-૦૬-૧૯નાં રોજ તબરેઝ અન્સારી નામના મુસ્લીમ યુવકની મોબલીંન્ચીંગ હત્યા કરવામાં આવેલ હતી. ઝારખંડમાં ૨૪ વર્ષના એક મુસ્લિ યુવક તબરેઝને ચોરીના શકમાં લોકોની ભીેડે માર મારતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે લોકોની ભીડ આ મુસ્લિમ યુવકને સતત ૧૮ કલાક સુધી મારતી રહી હતી. ૩ દિવસ બાદ સારવાર દરમ્યાન તબરેઝ અન્સારીનું કરૂણ મોત નિપજ્યું હતું. દેશભરમાં વધી રહેલી મોબલીન્ચીંગની ઘટનાઓ સામે સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશોનું ચુસ્તપણે અમલ કરવામાં આવે તેમજ મોબલીન્ચીગના બનાવનો ભોગ બનનાર તબરેઝ અન્સારીના પીડીત પરિવારને આર્થિક વળતર અને ન્યાય મળે અને આ ગુનામાં સંડોવાયેલા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે સમગ્રગ દેશમાં વિવિધ શહેરોમાં વિરોધ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે આજરોજ ભાવનગર અધિક જિલ્લા કલેકટર ઉમેશભાઇ વ્યાસને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિનાં માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન અનવરખાન પઠાણ, પ્રદેશમંત્રી વારીસ બ્લોચ, ઇકબાલભાઇ આરબ, કાળુભાઇ બેલીમ, સાજીદ કાઝી, અકબર ખીમાણી, આરીફ ગોગદા, અકરમ ખોખર, કાદરી સૈયદ રસુલભાઇ, કાદરી સાદીકભાઇ, તોફીક પઠાણ જબ્બાર ઇસાણી, કાદરી ઇસ્યાસ સહિતના આગેવાનો કાર્યકરો આ વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.