તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન નિચે આવતા જુના રાજપરા ગામે વાડી વિસ્તારમાં રહેતા લખમણભાઈ બાલાભાઈ ભીલ ની દિકરી વિશ્વાબેન ઉમર વર્ષ ચાર(૪) પર ઓચિંતા દિપડાએ હુમલો કર્યો હતો અને ફાડી નાખી હતી અને સ્થળ પર મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ દિપડાનો એટલો જબ્બર હુમલો કર્યો હતો કે બાળા માંડ એક રાડ પાડી શકી હતી અને બાજુમાં સુતેલા પરીવાર અને બાળકી ના પીતા જાગી જતા દેકારો કરતા દિપડો બાળકી ને મુકી ને નાસી છુટયો હતો આ ની જાણ રાત્રે ફોરેસ્ટ વિભાગ ને કરતા આર એફ ઓ એમ. કે. વાઘેલા ની ટીમ મોડી રાત્રે જુના રાજપરા ગામે દોડી ગયા હતા અને જરુરી કાર્યવાહી હાથ ધરી લાશને પીએમ અર્થ તળાજા ખસેડવામાં આવેલ વધુમાં આર એફ ઓ એમ. કે. વાઘેલા એ જણાવ્યું હતું કે રાત્રે જ પાંજરા મુકવામાં આવેલ અને વહેલી તકે દિપડો પાજરે પુરાઈ તેવા પ્રયાસો હાથ ધર્યા છે અત્રે ઉલ્લેખનીય છે બે દિવસ પહેલા જ સખવદર ગામે દિપડો ત્રાટક્યો ૧૫ થી વધુ ઘેટા બકરા ના મોત થયા હતા અને પીથલપુર પંથકમાં અનેક વાર દિપડા ના હુમલો થતા રહે છે અને મનુષ્ય અને પશુ ના મોત અને ઈજાગ્રસ્ત થતા રહે છે તાકીદે મોટી ઘટના ના બને તે પહેલા ફોરેસ્ટ વિભાગ દ્વારા પગલાં ભરવામા ગામ લોકો એ જણાવ્યું હતું અને આ બાળકી ના પરીવાર ને તાકીદે સરકારી સહાય મળે તેમ જણાવ્યું હતું.