૧૫.૪૦ કરોડનાં બોગસ બિલીંગ થકી સરકારને ચુનો ચોપડનાર ભાવનગરનાં મિલન માવાણીની ધરપકડ

706

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગ કરનાર વ્યક્તિઓ અને સુત્રધારોને શોધી તેઓની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ પ્રકારના બોગસ બિલીંગથી મેળવવામાં આવેલ ગેરકાયદેસર વેરાશાખની વસુલાત અંગે પણ વિભાગની ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહેલ છે. બોગસ બીલીંગ સામેની આ ઝુંબેસના ભાગરૂપે કેટલાક સ્થળે સ્થળ તપાસની કામગીરી કરવામાં આવેલ.

ભાવનગરમાં ચાર્મી ઇન્ડસ્ટ્રીઝના સ્થળે સ્થળ તપાસ કરવામાં આવેલ. સ્થળ તપાસમાં ધ્યાને આવેલ કે, મિલનભાઇ હરીશભાઇ માવાણીએ ચાર્મી ઇન્ડસ્ટ્રીઝના નામથી જીએસટી કાયદા અન્વયે નોંધણી નંબર મેળવેલ હતો. રજીસ્ટ્રેશન કરાવતી વખતે રાધાકૃષ્ણ કોમ્પલેક્ષ, સિહોર, જિ.ભાવનગરનું સરનામું દર્શાવેલ હતું. તપાસમાં ધંધાનું દર્શાવેલ સ્થળ બોગસ સાબિત થયેલ. મિલનભાઇ હરીશભાઇ માવાણીએ વધુ વેરો ધરાવતી કોમોડીટી એટલે કે સીગારેટ અને તમાકુની ખરીદી દર્શાવી, તેનું વેચાણ તેઓએ ક્યાં કરેલ છે તેની ખબર નથી તેમ તપાસમાં જણાવેલ. વધુમાં મિલનભાઇ હરીશભાઇ માવાણીએ વેચાણ પાટાપટ્ટી એંગલ ચેનલ, ભંગાર વિગેરે કમોડીટીનાં દર્શાવેલ હતા. જેની ખરીદી તેઓએ ક્યાંથી કરેલ તે પણ તેઓમની જાણાં ન હોવાનું તપાસમાં જણાવેલ. તેમજ યુઆરપી (અન રજીસ્ટર પર્સન)પાસેથી ખરીદી દર્શાવેલ પાટાપટ્ટી એંગલ ચેનલ પરવેચાણ સાઇડ વેરો ઉઘરાવેલ હતો. પરંતુ સરકારી તિજોરીમાં જમા કરાવેલ ન હતો. આમ અન્ય બોગસ બિલીગંના કિસ્સાઓ કરતાં નવતર રીતે કરચોરીની રીત રસમ અપનાવીને ખોટી વેરાશાખ પાસઓન કરીને સરકારી તિજોરીને નુકશાન પહોંચાડેલ હોવાનું ધ્યાનેં આવેલ.

આમ, મિલનભાઇ હરીશભાઇ માવાણીએ ચાર્મી ઇન્ડસ્ટ્રીઝના નામે રૂા.૧૫.૬૦ કરોડના બોગસ બિલીંગના વ્યવહારો દર્શાવી અન્ય વેપારીઓને રૂા.૮.૪૫ કરોડની વેરાશાખ તબદીલ કરેલ તથા અનરજીસ્ટર્ડ પર્સન પાસેથી દર્શાવેલ ખરીદીઓનાં વેચાણો પર ઉઘરાવેલ રૂા.૧.૯૭ કરોડોનો વેરો સરકારમાં જમા કરાવેલ નથી. તેમણે કુલ રૂા.૧૦.૪૨ કરોડની સરકારની વેરાકીય આવકને નુકશાન પહોંચાડેલ છે.

તેથી ગુજરાત માલ અને સેવા કર અધિનિયમની જોગવાઇઓ ધ્યાને લઇ ને તા.૧૦-૦૭ ના રોજ મિલનભાઇ હરીશભાઇ માવાણીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીેને કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે તેઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. તા.૦૯-૦૭ ના રોજ જીએસટી કાયદા અંતર્ગત ભાવનગર ખાતેથી અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરેલ હતી. આમ, ટૂંકાગાળામાં સંયુક્ત કમિશ્નર, ભાવનગર જે.એસ.દવે તથા તેમની ટીમે મુખ્ય રાજ્યવેરા કમિશ્નર ડા.પી.ડી.વાઘેલાના માર્ગદર્શન અને ખાસ રાજ્યવેરા કમિશ્નર ડા.અજયકુમાર ના સીધા નિયંત્રણ હેઠળ બોગસ બિલીંગ સંદર્ભે પ્રશંસનીય કામગીરી કરેલ છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. બોગસ બીલીંગ સંદર્ભે વધુ ઇસમોની ધરપકડ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ જીએસટી વિભાગે જીએસટી કાયદા અનવયે આજ સુધીમાં કુલ ૧૮ ઇસમોની ધરપકડ કરેલ છે.

Previous articleતળાજાના જુના રાજપરા ગામે દિપડાએ બાળકીને ફાડી ખાધી
Next articleધોનીને ૭માં ક્રમે મોકલવાની બાબત સૌથી મોટી ભુલ રહી