સાવરકુંડલાનાં માનવ મંદિરે વ્યાસ પૂર્ણિમાએ અભિનેત્રી સુજાતા મહેતા ચિત્કાર નાટક ભજવાશે

585

સાવરકુંડલા માનવ મંદિરે વ્યાસ પૂર્ણિમા  માં ના પાવન પર્વે જાણીતા ચરિત્ર અભિનેત્રી સુજાતા મહેતા ની ઉપસ્થિતિ માં મનોદિવ્યગો વચ્ચે કાર્યકમ આપી ઉજવશે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાશે.

સમાજે  જેનો  તિરસ્કાર કરેલ તેવા મનોદિવ્યાંગો ની વ્યથા રજુ કરતી ફિલ્મ “ચિત્કાર” જ્યાં ફિલ્મવાય છે તેવા  કુદરતી પ્રકૃતિ ના ખોળે માનવ મંદિર સાવરકુંડલા ખાતે આગામી તા૧૬/૭  ને ગુરૂપૂર્ણિમા ના પાવન પર્વે ચરિત્ર અભિનેત્રી સુજાતા મહેતા દ્વારા રચિત નાટય રજૂ કરી મનોદિવ્યાંગ ને આનંદ કરાવશે

માનવ માં માધવ દર્શન દ્રષ્ટિકોણ સાથે મનોદિવ્યાંગો નું લાલન પાલન કરતા દિવાકર પૂજ્ય ભક્તિરામબાપુ ના સાનિધ્ય માં મનોદિવ્યાંગ ના જીવન કવન પર બનેલ ફિલ્મ “ચિત્કાર” ના ચરિત્ર અભિનેત્રી સુજાતા મહેતા રચિત નાટય દેશ દુનિયા માં અનેકો ક્ષેત્રે રજૂ થયેલ “રંગરંગીલીસુજાતા” રજૂ કરશે  મનોદિવ્યાંગ ની વ્યથા રજૂ કરતી ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી સુજાતા મહેતા એ “ચિત્કાર”ફિલ્મ ના શુટીંગ દરમ્યાન માનવ મંદિર ખાતે ચાલતી મનોદિવ્યાંગો ની સેવા થી પ્રભાવિત થયા હતા અને અવાર નવાર મનોદિવ્યાંગ માટે સમર્પણ ભાવે સહાનુભૂતિ દર્શાવી કાર્યક્રમ આપી મનોદિવ્યાંગ ને આનંદિત કરશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભયંકર રીતે પ્રસરી રહેલા ઝેરી ઘાસ માટે અભિયાનની આવશ્યકતા