ઉના ખાતે રહેતા આર.ટી.આઇ. કાર્યકર્તા રસીક ચાવડા કે જેમના દ્વારા નેશનલ હાઇ-વે કાગવદર – ઉનાનું કામ કરતી એજન્સી પર કામ નબળું થતું હોવાના આક્ષેપો સહિત ફોટોગ્રાફ પાડી ફરિયાદ કરેલનું જાણવા મળે છે. વળી અરજદાર દ્વારા આ મામલે ઉચ્ચકક્ષાની તપાસની માંગણી પણ કરવામાં આવેલ. જ્યારે આ કાર્યવાહીના કારણે કામ કરતી એજન્સી અરજદાર પર ખોટી પોલીસ અરજી કરીને અરજદારનો અવાજ દબાવવા પ્રયાસો કરતી હોવાના આક્ષેપો સાથેનું આવેદન આજરોજ ગારીયાધાર મામલતદાર કોળી સમાજ ગુજરાત દ્વારા અપાયેલ.
નોંધનીય બાબત છે કે ઘટનાને પગલે ગારિયાધાર કોળી સમાજના આગેવાનો તો લાલઘૂમ થયા જ છે. સાથો સાથ અરજદારને ખોટી રીતે હેરાન કરતાં તમામ જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરેલ અને અરજદાર તથા તેમના પરિવારને રક્ષણ પણ પુરૂ પાડવા માંગણી કરેલ જ્યારે અરજદારને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં યુવા કોળી સમાજના બેનર હેઠળ આંદોલન તથા ધરણાં પ્રદર્શન થશે. જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. તેવું જણાવેલ. ઉલ્લેખનીય છે કે ભૂતકાળના દિવસોમાં અસંખ્ય મામલાઓ કે જેમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા કાર્યકર્તાઓ પર હુમલાઓ તો કેટલાકમાં જીવ પણ ગુમાવેલ જ્યારે આ ઘટનાને પગલે તંત્રની શું કાર્યવાહી થાય તેની યુવા કોળી સમાજ રાહ જોઇ રહેલ છે.