ટીંબી પ્રા.આ.કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી પખવાડીયાની ઉજવણી

510

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા.એચ.એફ.પટેલ તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડા.જયેશ પટેલ તથા ડા.આર.કે.જાટ, આર.સી. એચ.ઓ. અમરેલીના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડા.જીજ્ઞેશ ગૌસ્વામી અને ડા.દિનેશ બલદાણીયાના અધ્યક્ષસ્થાને પ્રા.આ.કેન્ડ ટીંબી ખાતે વિશ્વ વસ્તી પખવાડીયાનાં ઉજવણી કરવામાં આવી.

જેમાં પ્રા. આ. કેન્દ્ર ખાતે ટી.એલ.કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ અને શનિશ્ચરા, સંદિપ દેવળીયા, રેખાબેન ગૌસ્વામી એ માતા અને બાળકનાં સારા સ્વાસ્થ્ય માટે કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં વપરાતી તમામ પ્રવૃત્તિઓ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ અને વસ્તી નિયંત્રણ બાબત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે સમજણ જેમાં પ્રા. આ. કેન્દ્રનાં તમામ મેઇલ ફિમેઇલ સ્ટાફ તથા આશા બહેનો અને લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ છે.

Previous articleઉનાના RTI કાર્યકર્તાના જીવ પર જોખમ હોય રક્ષણ આપવા યુવા કોળી સમાજની માંગ
Next articleસ્કાઉટીંગ પ્રવૃત્તિમાં રાજ્ય કક્ષાના સર્વોચ્ચ એવોર્ડ અંગે માહિતી મેળવતા શાળાના બાળકો