બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાનીવાડી, ખસ અને હડમતાળા ગામના ખેડૂતોએ લીંબડી વલ્લભીપુર કેનાલમા પાણી છોડવા માટે તા.૧૦/૭/૧૯ના રોજ કેનાલમા બેસી રામધુન બોલાવી અનોખી રીતે આંદોલન કરતા પાણીપુરવઠાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ પાણી આપવાની ખેડૂતોને ખાત્રી આપતા આંદોલન સમેટાઈ ગયુ હતું.રાણપુર તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ કપાસનુ વાવેતર કરી દીધુ છે ત્યારે વરસાદ ખેચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી હતી.કેનાલમા પાણી ન હોવાથી રાણપુર તાલુકાના નાનીવાવડી, ખસ, હડમતાળા ગામના ખેડૂતો લીંબડી વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમા મોટી સંખ્યામા ખેડૂતો ભેગા થઈ કેનાલમા બેસી તબલા, મંજીરા વગાડી રામધુન કરી પાણી છોડવા માટે આંદોલન કર્યુ હતું. આ આંદોલનની જાણ નર્મદા નિગમના કાર્યપાલક ઈન્જિનિયરને થતા તેઓ ઘટના સ્થળે દોડી જઈ ખેડૂતોને ૪ વાગ્યા સુધીમા પાણી આપવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયુ હતું.જ્યારે કેનાલમાં ચાર વાગ્યે પાણી છોડાતા રાત્રીના સમયે આ કેનાલમાં પાણી આવી જતા નાનીવાવડી,ખસ અને હડમતાળા ના ખેડુતો આનંદમાં આવી ગયા હતા.