રાણપુરના નાગનેશ ગામે વિશ્વ વસ્તી પખવાડીયા નિમિત્તે શિબીર, રેલી યોજાઈ

786

બોટાદ જીલ્લાના રાણપુર તાલકાના નાગનેશ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ વસ્તી પખવાડીયા અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ખાતે શિબીર યોજવામાં આવી હતી.જ્યારે નાગનેશ કન્યાશાળાના સહકારથી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં સ્થાનિક આરોગ્ય કર્મચારી દ્વારા લોકોને વસ્તી નિયંત્રણની તમામ માહીતી વિશે સમજાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ મેડીકલ ઓફીસર નાગનેશ તેમજ સુપરવાઈઝર ના માર્ગદર્શન અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ,નાગનેશ કન્યાશાળા સ્ટાફ તેમજ આંગણવાડી સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleનવોદિત કલાકારોનો પ્રથમ વિડિયો લોકાર્પણ
Next articleગ્રીનસીટી દ્વારા ૫૦૦ બાળકોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું