૫૦૦ વર્ષ પહેલાના પીપરીયા હનુમાન અને બારોટ સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના સુરાપુરાના સ્થાને બનાવેલ કોમ્યુનીટી હોલ ગત વાયુ વાવાઝોડામાં કડડભૂસ થયું હતું. સદનસીબે કોઇ જાનહાની નહોતી. મલબો હટાવવા ટીડીઓ અને અનકભાઇ ખુમાણે લેખીતમાં રજુઆત કરી હતી.
ગારીયાધાર તાલુકાના સરંભડા ગામ બહાર આવેલ ઇતિહાસિક ૫૦૦ વર્ષ પહેલાના જે પીપરીયા હનુમાનજી અને બારોટ રીણુકા રામબાપુ અને કાઠી ક્ષત્રિય ખુમાણ પરિવારના સુરાપુરા જે ૨૫૦ વર્ષ પહેલાની પુરાતની જગ્યામાં ગામથી બે કિ.મી. દુર કોઇ રાજકારણથી અગાઉ બનાવેલ કોમ્યુનિટી હોલ જે ગામ લોકોને પણ નવાઇ લાગેલ પણ ગત શેત્રુંજી નદી રેલ વખતેથી સાવ પડુ પડુ થયેલ પણ તે બાબતે ગ્રામ પંચાયતે હટાવી લેવો જોઇએ તે હટાવાયો નહીં અને ગત વાયુ વાવાઝોડા વરસાદના કારણે ઓચિંતો કડડભૂસ થયો. આ પીપરીયા હનુમાનજી આશ્રમ પાસેથી ગારિયાધાર કે સરંભડા ગામમાં જવા આવવાનો મેઇન રોડ હોય તે અને પૂરાતની આ ધાર્મિક પીપરીયા હનુમાનજી અને સુરાપુરા રામબાપુ બારોટ અને મેરામબાપુ ખુમાણના ધર્મસ્થાન હોય અહિંયા પગપાળા ચાલીને આવતી ધર્મપ્રેમી જનતાનો ધસારો હોય સદનસીબે આ મલબો પડ્યો ત્યારે જાનહાની થતાં થતાં રહી ગઇ છે. ત્યારે ગામ આગેવાનો અનકભાઇ ખુમાણે તાલુકા વિકાસ અધિકારીતી ડીડીઓ ભાવનગર લેખીતમાં રજુઆત કરેલ કે આ મલબાનો કાટમાળ હટાવી કોઇને જાનહાની ન થાય તેમ લઇ જવા લેખીતમાં જણાવાયું છે. કે અહીંથી કોઇપણ ચીજવસ્તુ ઓછી થયે અમારી કોઇ જવાબદારી નહીં રહે.