યુનિ.નાં રસાયણ ભવનમાં યોજાનાર રાષ્ટ્રીય કોન્ફરન્સની પોસ્ટર જાહેરાત કરતા કુલપતિ

506

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત રસાયણ ભવનમાં તા.૦૩-૦૮-૧૯ ના રોજ રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સ નૂતન ભારતના નિર્માણમાં તાંત્રિક, બૌદ્ધિક સંપદા અને સર્જનાત્મકતાનો ફાળોએ વિષય પર આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં ભારત સરકારના અટલ ઇનોવેશ મીશન, નીતિ આયોગ, ભારત સરકાર, જ્ઞાનના ભાગીદાર રૂપે જોડાયેલ છે. આ કોન્ફરન્સમાં ડા.મનસુખભાઇ માંડવિયા રાજ્યકક્ષાના શીપીંગ, કેમિકલ અને ફર્ટીલાઇઝરના મંત્રી તેમજ ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશનના ચેરમેન પ્રો.અનિલ સહસ્ત્રબુદ્ધા ઉદ્દઘાટન માટે હાજર રહેવાના છે. આ કાર્યક્રમની તૈયારી રૂપે કુલપતિ ડા.મહિપતસિંહ ચાવડાએ પોસ્ટર વડે જાહેરાત કરેલ છે. આ પ્રસંગે ડા.નિશીથ દેસાઇ, ડા.એસ.પી.ભટ્ટનાગર, ડા.જે.પી.મહેતા, ડા.ડી.આર.ગોઘાણ, ડા.તેજસ જોશી, ડા.વાસુદેવ મોદી, ડા.મંગલ ભટ્ટ, ડા.ભારતસિંહ ગોહિલ, ડા.કિરણ ત્રિવેદી અને કુલસચિવ ડા.કે.એલ.ભટ્ટ હાજર રહ્યા હતા. આ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં નૂતન ભારતનાં નિર્માણમાં ટેકનીકલ સર્જનાત્મકતા અને બૌદ્ધિક સંપદાનો ક્યા પ્રકારનો ફાળો હોઇ શકે તે બાબતની તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. આ સિવાય તજજ્ઞો દ્વારા જુદા જુદા વિષય પર પેનલ ડિસ્કશન રાખવામાં આવેલ છે. આશરે ૩૦૦ જેટલા લાગતા વળગતા સંશોધન કર્તાઓ શૈક્ષણિક સંસ્થા, અટલ ટીન્કટીંગ પ્રયોગશાળાના મેન્ટર તેમજ લઘુઉદ્યોગકારો વગેરે હાજર રહેવાના છે.

Previous articleઉગામેડી ગામે થયેલ હત્યાના નાસી ગયેલ બે પૈકી મુખ્ય આરોપીને ઝડપી લેતી ગઢડા પોલીસ
Next articleતડીપાર શખ્સ ભાવનગર આવતા ગંગાજળીયા પોલીસે પકડી પાડ્યો