તડીપાર શખ્સ ભાવનગર આવતા ગંગાજળીયા પોલીસે પકડી પાડ્યો

646

આજરોજ  ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ ના માણસો  પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હે કો હિરણભાઇ  બારોટ ને બાતમીરાહે હકિકત મળેલ કે સબ ડિવિ.મેજી.શ્રી ભાવનગરના ઓ એ કરચલીયા પરામાં રહેતા જગદીશભાઇ ઉફઁ દાઢી શંકરભાઈ બારૈયા રહે ક. પરા  ભાવનગર વાળા ને ભાવનગર જિલ્લો તથા તેને અડીને આવેલ અમરેલી,બોટાદ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લા માંથી બે વર્ષ  માટે હદપર કરતો હુકમ જારી કરેલ જે હુકમ આઘારે મજકુર ઇસમને તા.૨૧/૦૬/૨૦૧૯ ના રોજ ભાવનગર જીલ્લા માંથી  બે વર્ષ માટે હદપાર કરવામાં આવેલ. હદપાર થયેલ ઇસમ જગદીશ ઉર્ફે જગો દાઢી શંકરભાઇ બારૈયા ઉવ. ૩૮ રહે. કરચલીયા પરા  હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ જઇ મજકુર હદપાર થયેલ ઇસમને પકડી સક્ષમ અઘિકારીની પરવાનગી હોય તો બતાવવાનું જણાવતા મજકુર પાસે સક્ષમ અઘિકારીની પરવાનગી નહી હોવાનું જણાવતા જેથી મજકુરે જી.પી.એકટ-૧૪૨ મુજબનો ભંગ કરેલ હોય તેના વિરૂધ્ધમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleયુનિ.નાં રસાયણ ભવનમાં યોજાનાર રાષ્ટ્રીય કોન્ફરન્સની પોસ્ટર જાહેરાત કરતા કુલપતિ
Next articleમોટા સુરકા નજીક હત્યા કરાયેલી યુવકની લાશ મળી