શહેરના શિવાજીસર્કલ પાસે દેવરાજનગર પાસેથી પૂર્વ બાતમી આધારે ભરતનગર પોલીસ સ્ટાફે ઈંગ્લીશ દારૂ ભરેલી રીક્ષા સાથે શખ્સને ઝડપી લીધો હતો.
ભરતનગર પોલીસ સ્ટેશનના હેડ કો. ધીરૂભા ગોહિલ, હેડ કો. યુસુફખાન પઠાણ, પો.કો. એઝાઝખાન પઠાણ, પો.કો.સંજયભાઈ ચુડાસમા, પો.કો. મહેન્દ્રસિંહ સરવૈયા, પો.કો. હરપાલસિંહ ગોહિલ તથા પો.કો. નરેશભાઈ વાજા તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એઝાઝખાન પઠાણ તેમજ સંજયભાઈ ચુડાસમાની સંયુક્ત હકિકત બાતમી મુજબ કે ભરતનગર લાલાબાપા ચોક તરફથી શિવાજીસર્કલ તરફ જતા રોડ પર એક કાળા કલરની ઓટો રીક્ષા રજી નં.જીજે૧૩એટી ૮૪૯૧માં પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી નિકળવાની હોય જે હકીકત મળતા નંદકુંવરબા મહિલા કોલેજની સામે કેસરીયા ઢાબા પાસે રોડ પર વોચમાં હતા તે દરમ્યાન પસાર થતી રીક્ષા જેમની તેમ રોકી રીક્ષા ચાલકનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ભાવેશભાઈ જેન્તીભાઈ રાઠોડ રજપૂત ઉ.વ.૩૩, ધંધો રીક્ષા ડ્રાઈવીંગ, રહે.સુભાષનગર પુલ પાસે, ડો.નરવાણીનો ખાંચો પચ્ચાસ વારીયા પ્લોટ નં.૬૮-એફ ભાવનગરવાળો હોવાનું જણાવેલ અને રીક્ષાની ઝડતી તપાસ કરતા પ્લાસ્ટીકના કંતાનના થેલામાં આગળ તેમજ પાછળના ભાગે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ર૩ અને બિયરના ટીન ૧ર૦ તેમજ ઈસમની અંગઝડતી કરતા ખીસ્સામાંથી મોબાઈલ નંગ-ર રૂપિયા ર૦,૦૦ તથા રીક્ષા નંબર જીજે૧૩એટી ૮૪૯૧ની કિંમત રૂા.૭પ,૦૦૦ મળી ટોટલ કિ.રૂા.૧૦,૭,૩૮પનો મુદ્દામાલ રાખી રીક્ષામાં હેરફેર કરી પ્રોહિ કલમ ૬પ (એઈ), ૧૧૬-બી, ૯૮ (ર) મુજબનો ગુનો કરેલ હોય ઈસમને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.