બોલિવુડમાં હાલમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી પરિણિતી ચોપડા હાલમાં કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે. જેમાં સંજીપ ઔર પિન્કી ફરારનો સમાવેશ થાય છે. પરિણિતી ચોપડાએ કહ્યુ છે કે તે ફિટનેસને સૌથી વધારે પ્રાથમિકતા આપે છે. કોઇ પણ કામ હોય તો પણ તે ફિટનેસને લઇને ઉદાસીનતા રાખતી નથી. ફિટનેસના મામલે તે કોઇ બાંધછોડ પણ કરતી નથી. વર્ષ ૨૦૧૬માં ફિલ્મોમાંથી બ્રેક લીધા બાદ પરિણિતી ચોપડાએ મોટા ભાગે શારરિક ફિટનેસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. તેનુ કહેવુ છે કે તેને ફિટનેસ પર ધ્યાન આપવામાં આવ્યા બાદ ફાયદો થયો છે. રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઇનમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. પહેલા કરતા વધારે ફિટ અને સારી દેખાયા બાદ તે ગોલમાલ અગેઇનમાં ચમકી હતી. તેના વજનમાં ઘટાડો થયા બાદ તે વધારે ખુશ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા પરિણિતી ચોપડાએ કહ્યુ છે કે ફિલ્મને લઇને તે ભારે આશાવાદી હવે બનેલી છે. ચોપડાએ એમ પણ કહ્યુ છે કે ફિટ રહેવાની બાબતના કારણે તેને જુદા જુદા પ્રકારના રોલ મળી રહ્યા છે. હાલમાં પરિણિતી ચોપડા પાસે જે ફિલ્મો રહેલી છે. જેમાં સંદીપ ઓર પિન્કી ફરાર નામની ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેમની સાથે અર્જુન કપુર કામ કરી રહ્યો છે.
ફિલ્મને ત્રીજી ઓગષ્ટના દિવસે રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. તે છેલ્લે અક્ષય કુમારની સાથે નજરે પડી હતી.
તે નવા અને મોટા સ્ટાર સાથે સતત કામ કરી રહી છે. અજય દેવગન અને અક્ષય કુમાર જેવા બોલિવુડના મોટા સ્ટાર સાથે તે કામ કરી ચુકી છે. હજુ વધુ કેટલાક સ્ટાર સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. અક્ષય સાથે તે ખુબ શાનદાર રોલમાં કામ કરી ચુકી છે.