સમસ્ત પાટીદાર સમાજ દ્વારા શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮ મી સતાબ્દી રજતજયંતી મહોત્સવ જે ર૦૦૯ માં થયો હતો તેના દસ વર્ષ પુરા થઈ નવી પેઢી પણ માતાજી સાથે શ્રધ્ધા-ભક્તિ આસ્થાથી જોડાયેલા રહે તેવા શુભાશયથી ઉમિયા માતાજી સંસ્થા, ઉંજા દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆત ૧૧૦૦ બ્રાહ્મણો દ્વારા સતત ૧૬ દિવસ સુધી દુર્ગા સપ્તક્ષતિના ૭૦૦ શ્લોકોથી એક લાખ ચંડી પાઠની પારાયણ દ્વારા થશે ત્યારબાદ યજ્ઞનો પ્રારંભ થશે. જેમાં ૧ લાખ ચંડી પાઠના દસમાં ભાગના દસ હજાર પાઠની શાસ્ત્રોકત વિધિથી આહુતિ અપાશે. સમગ્ર ગુજરાતના પાટીદારો દ્વારા આ લક્ષચંડી મહાયજ્ઞને સફળ બનાવવા પ્રયત્નો શરૂ કરાયા છે. જેમાં ગાંધીનગર ખાતે સંગઠન સમિતી બનાવાઈ છે. જેમાં મુકેશભાઈ કે. પટેલ, ભાઈલાલભાઈ પી. પટેલ, અમૃતભાઈ એસ. પટેલ, રાજુભાઈ એસ. પટેલ, ઉત્પલભાઈ વી. પટેલ, બી. કે. પટેલ, પ્રકાશકુમાર આર. પટેલ તેમજ વિષ્ણુભાઈ એસ. પટેલનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકામાં લલીતભાઈ પટેલ, તરૂણભાઈ પટેલ અને ડૉ. અનિલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમસ્ત ગાંધીનગર પાટીદાર પરિવારોને આ યજ્ઞમાં યથાશક્તિ યોગદાન આપવા માટે અપીલ કરવામાં આવે છે. જેનો સંપર્ક કેન્દ્ર ઉમિયા માતાજી સંસ્થાન, સેકટર – ૧ર ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.