ગઢડા તાલુકાના પીપળીયા ગામે જાહેરમાં જુગાર રમતા છ શકુનીને ગઢડા પોલીસે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા. ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાજુ કરમટીયા તથા સ્ટાફના હેડ કોન્સ.હીતેષભાઇ આહીર, પો.કોન્સ. મહેશભાઇ રાઠોડ, હરપાલસિંહ ગોહિલ, રામદેવસિંહ ચાવડા, દીલીપસિંહ ટાંક વિગેરેએ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ગઢડા તાલુકાના પીપળીયા ગામેથી પ્રકાશભાઇ જયંતીભાઇ ધરોળીયા દે.પુ. ઉવ.૩૯ રહે.પીપળીયા, વિપુલભાઇ નાગરભાઇ ઝાંપડીયા દે.પુ. ઉવ.૩૫ રહે.તુરખા, અરવિંદભાઇ વેચાણભાઇ ડુભીલ ઉવ.૨૨ રહે.ભીમડાદ ગામ તા.ગઢડા મુળરહે.ઘેસવાડી તા.નસવાડી જી.છોટાઉદેપુર, અશ્વિનભાઇ શંકરભાઇ ભીલ ઉવ.૨૦ રહે.પાટી તા.જી.બોટાદ મુળરહે.બંદરપુરા તા.ભીલવાડા જી.રાજપીપળા, રાજુભાઇ રમણભાઇ ભીલ ઉવ.૪૦ રહે.કાપરડી તા.ગઢડા મુળરહે.કેશરપુરા તા.નસવાડી જી.છોટાઉદેપુર અને મંગાભાઇ લવજીભાઇ કાવેઠીયા દે.પુ. ઉવ.૬૦ રહે.પીપળીયાને રોકડ રૂ.૧૧,૫૮૦/-ના જુગારના સાહીત્ય મુદામાલ સાથે પકડી પાડી જુગારધાર અન્વયે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ.