વિદ્યા વિનયથી શોભે છે. આ વાક્ય નો ચરિતાર્થ એવો થાય છે કે તમારામા વિધાગ્રહણ કરવાની ઉચિત ક્ષમતા તમારા અંદર હોવી જોઈએ. આમ વિધા મેળવવા માટે અનેક રસ્તા છે, તેમાં દરેક રસ્તા દરેક વ્યક્તિ માટે અનુકૂળ હોતા નથી. આમ જોઈએ તો પહેલા જમાનામાં વિધાર્થી ગુરુકુળમાં અભ્યાસ કરતાં હતા, અને શિક્ષણ મેળવતા હતા, આમ વિધ્યાર્થીઑમાં ગુરુ અને શિષ્ય નું અતૂટ બંઠન હતું, પણ સમય જતાં શિક્ષણમાં અનેરું પરીવર્તન આવ્યું આ પરીવર્તન થી દેશ અને વિદેશ માં અનેક મહત્વરૂપ શિક્ષણ ક્ષેત્રે ફેરફાર થતાં ગયા, તેમાં મહદ અંશે શિક્ષણ નો સાચો અર્થ ગાયબ થઈ ગયો. પણ માણસ શું કરે તેને પણ સમય સાથે એક બદલાવ ની જરૂરિયાત ઊભી થાય છે. પહેલાના જમાનામાં ગુરુકુળ હતી અને તેમાં બાળકો અભ્યાસ કરતાં કામ કરતાં અને શિક્ષણ મેળવતા અને સામાજિક રીતે દરેક રીત રિવાજ ને ઉચ્ચતમ રીતે ગ્રહણ કરતાં પણ તે સમય માં ગુરુ ની આજ્ઞા એ સર્વોતમ હતી કારણ કે ગુરુ એ શિષ્ય ને આજ્ઞા કરે તો શિષ્યે કાર્ય ગમેતે ભોગે કરવા બંધાયેલો હતો. આપણે તો શું ચીજ છીયે ! ભગવાનને પણ ગુરુકુળમાં રહી ને ગુરુ ની આજ્ઞા અનુસાર અભ્યાસ કર્યો હતો, આમ ભગવાન શ્રી કૃષ્ણ પણ સંદીપનીના આશ્રમમાં રહીને ગુરુદીક્ષા મેળવી અને આખા વિશ્વ ઉપર રાજ કર્યું, આ એક ગુરુકુળ નું સર્વશ્રેઠ ઉદાહરણ છે. આતો વાત થઈ પ્રાચીનકાળની અને ત્યાર પછી આધુનિક યુગ શરૂ થયો, તેમાં મેડમ મોંટેસરી એ શિક્ષણને પ્રાચીનથી આધુનિક સ્વરૂપમાં બદલી નાખ્યું, આમ મેડમ મોંટેસરી દ્વારા રમત અને પ્રવુતિ દ્વારા અનેક મહત્વ પૂર્ણ શિક્ષણમાં પરીવર્તન લાવ્યા હતા. આ વિદેશી વ્યક્તિએ શિક્ષણના સુધારા માટે અનેક પ્રયત્નો કર્યા. તેથી તો તે યુગ મોંટેસરી યુગ કહેવા માં આવે છે. સમય જતાં કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પ્રકૃતિ શિક્ષણની સંકલ્પના લઈને આવે છે, તેઓ કુદરત દ્વારા મળતું શિક્ષણ એજ સાચું શિક્ષણ છે, તેવું માનતા હતા પણ ગાંધીજી તે સમયમાં શ્રમ સાથે બુનિયાદી શિક્ષણની નવી સંકલ્પના સાથે શિક્ષણનો નવો ચીલો ચીતર્યો. તેમાં વિધ્યાથીએ દરેક કાર્ય પોતાની મેહનતથી કરીને શિક્ષણ કાર્ય સિદ્ધ કરવાનું હોય છે, કે તેમાં બાળક ને અભ્યાસ કરવા માટે હોસ્ટેલ માં મૂકવામાં આવે છે, ત્યાં તેને ખેતી અને શ્રમ યુક્ત કામ કરવા માટે અનેક પ્રયત્ન કરીને શીખવું પડે છે. આપના ગાંધીબાપુ માનતા હતા કે આપનું બાળક ફક્ત માનસિક રીતે હોશિયાર નહીં, પરંતુ શારીરિક રીતે પણ હોશિયાર થાય તેવું તે ઇચ્છતા હતા.
અત્યારના આધુનિક શિક્ષણની વાત કરીયે તો આપનું શિક્ષણ એટલી હદે ખાડે ગયું છે કે ના પૂછો વાત, તેમાં કોઈપણ ભવિષ્ય ના આયોજન વગર શિક્ષણ વિભાગના નવા નવા ફાતવા બહારપડે છે.બાળકના ભવિષ્ય સાથે ચેડાં કરે છે. સૌથી મોટો શિક્ષણ ક્ષેત્રે ફતવો એ હતો કે પ્રાથમિક શિક્ષણનું પ્રાઈવેટિકરણ કર્યું, એથી દરેક ગામડે ગામડે પ્રાઈવેટ સ્કૂલના રફડા ફાટી નીકળ્યા છે. મારે તો એ પૂછવું છે કે તેમણે પ્રાઈવેટ સ્કૂલ ક્યાં આધાર ઉપર ચાલવા આપી છે. આતો એવું થયું કહેવાય કે ટ્રકનો માલિક તેના ડ્રાયવરને નીચે ઉતારી રસ્તે જતાં કોઈપણ વ્યક્તિને ટ્રક ચાલવા આપી દે તો તમેજ જાણો છો કે શું દશા આવે. આવી દશા આપના કુમળા ફૂલ જેવા બાળકો ની આવી છે. બીજી વાત કરીયે તો અત્યારે ભારત જેવા દેશમા કેટલીક ઑક્સીજન ઉપર ચાલતી સરકારી સ્કૂલોમાં શિક્ષકો ઉપર એટલો બધો બિનશેક્ષણિક બોજ નાખી દીધો છે કે તે શિક્ષણકાર્ય કરવાથી બહુ વંચિત રહે છે. પણ મારુ તો એવું કહેવું છે કે અત્યારે સાતમા પગાર પંચ મુજબ જે નવો શિક્ષક નોકરી ઉપર લાગે ત્યારે તેનો પગાર મિનિમમ ૨૦૦૦૦ રૂપિયા હોય છે. દરેક સ્કૂલ માં ઓછાં માં ઓછા પાંચ શિક્ષક હોય છે, આમ દરેક શિક્ષક પોતાના પગાર માથી એક એક હજાર રૂપિયા આપી કામચલાઉ કોમ્પ્યુટર ક્લાર્ક રાખે તો એક વ્યક્તિને રોજગારી મળે અને સ્કૂલના બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ મળે આમ શિક્ષણ નો મુખ્ય ઉદેશ ચરિતાર્થ થાય. “આજ થી દસ વર્ષ પહેલા ૨૫૦૦ રૂપિયા પગાર મેળવતા શિક્ષક ને આજે ૩૦૦૦૦ રૂપિયા નો પગાર ઓછો પડે છે.”