મહુવા હાઈવે પર લોગંડી નજીક વહેલી સવારે આઈસર ભડ ભડ સળગી ઉઠયું

798

બગદાણા પોલીસ સ્ટેશન નીચે આવતા લોગંડી ગામ નજીક  આઈસર  ગાડી પસાર થઈ રહી હતી અને અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી અને જોત જોતા મા કેબીન સહીત ગાડી સળગી ગઈ હતી લોગંડી ગામના સરપંચ પ્રકાશભાઈ સહીત ઘટના સ્થળે દોડી આવ્યા હતા  અને જરુરી માર્ગદર્શન આપ્યું હતું સરપંચ પ્રકાશ ભાઈ ચૌહાણ ના જણાવ્યા મુજબ આઈ સર  મહુવા ના તૌફિકભાઈ હુસેન ભાઈ  સૈલોત ની માલીકીની છે અને ભાવનગર થી લોખંડ નો માલસામાન ભરીને પીપાવાવ   જતો હતો અને ડ્રાઇવર પણ મહુવા નાજ હતા   આઈસર બળીને ખાખ થઈ ગઈ છે અને ડ્રાઇવર સમય ચુકતા વાપરી ઠેકડા મારીને નીચે ઉતરી ગયા હતા અને બગદાણા પોલીસ સ્ટેશનમાં મા જાણ કરવામાં આવતા બગદાણા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleઘોઘા પો.સ્ટે.નાં ચોરીનાં ગુનાના ફરાર આરોપીને ઝડપી લેતી પોલીસ
Next articleબરવાળામાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનો લોક દરબાર