બરવાળા પોલિસ સ્ટેશન ખાતે તાલુકા કક્ષાનો લોક દરબાર હર્ષદ મહેતા (પોલિસ અધિક્ષક બોટાદ) ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં રાજદીપસિંહ નકુમ, ન.પા.પ્રમુખ પ્રતાપભાઈ બારડ (તા.પ.પ્રમુખ) વિરેન્દ્રભાઈ ખાચર, સુરેશભાઈ ગઢીયા, કમલેશભાઈ રાઠોડ,બાઘાભાઈ મોરી, સુલતાનભાઈ સાલેવાલા, ધીરૂભાઇ ચૌહાણ, નટુભા મોરી, બલવંતસિંહ ગોહિલ, રાજુભાઈ જાદવ, નટુભાઈ વાઘલા, તાલુકાના સરપંચો, તાલુક પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલીકાના ચુંટાયેલા સદસ્યો સહિત સમાજિક તેમજ રાજકિય આગેવાનો,હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં ઉપસ્થિત તમામ આગેવાનોનું આર.કે. પ્રજાપતિ (પી.એસ.આઇ.) દ્વારા શાબ્દીક સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી લોક દરબારમાં અધ્યક્ષ દ્વારા તાલુકા વિસ્તારના લોકો સુલેહશાંતિથી રહે, લોકો પોલિસ પાસે મદદની અપેક્ષા રાખે છે પરંતુ પોલિસને મદદ કરવાનો આગ્રહ રાખતા નથી,ગામડામાં ખેતી કામ માટે બહારથી આવતા મજુર તેમજ મકાન ભાડે આપનારના ડોક્યુમેન્ટ પોલિસ સ્ટેશન ખાતે જમા કરાવવા અથવા પોલિસને જાણ કરવી,વિસ્તારના અજાણ્યા શંકાસ્પદ વ્યકિતના આંટા ફેરા અંગે પોલિસને જાણ કરવી તેમજ શહેરી-ગ્રામ્ય વિસ્તારના મુખ્ય રસ્તાઓ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા બાબતે ઉપસ્થિત આગેવાનોને સુચન કર્યુ હતુ પોલિસને રજુઆત કરવામાં આવેલ વિસ્તારોમાં નાઈટ પેટ્રોલીંગ કરવા, રજુઆત વાળા પોઇન્ટ ઉપર હોમગાર્ડ ફાળવવા સુચન કર્યુ હતુ તેમજ ઉપસ્થિત આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.