રાજુલાના ગ્રામ્ય્ વિસ્તારોમાં માર્ગો પર બાવળોના સામ્રાજ્યથી રાહદારીઓ ભારે હાડમારી ભોગવી રહ્યા છે. તાકીદે આ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે. સરપંચ દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરી છે. ભચાદરના સરપંચ તખુભાઇ ધાંખડાએ કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે રાજુલાના વડ ભચાદર માર્ગ પરબાવળોનું સામ્રાજ્ય વધતા આ માર્ગ પર ભારે હાડમારી ભોગવી રહ્યા છે. આવવા જવામાં ભારેહાલાકી પડી રહી છે. આ બાવળોના લીધે અનેકવખત નાના મોટા અકસ્માતો થતા રહે છે. અવાર નવાર પંચાયત વિભાગમાં રજુઆત કરી છે પણ કાર્યવાહી થતી નથી તાકીદે આ બાબતે યોગ્ય નિરાકરણ કરવા ઉચૈયા સરપંચ પ્રતાપભાઇ બેપારીયા સહિત સરપંચોએ રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ રાજુલા છતડીયા રોડ પર પણ બાવળોનું સામ્રાજ્ય છે અહીં શહેરના અસંખ્ય રાહદારીઓએ સાંજના સમયે ચાલવા નીકળે છે ત્યારે અહીંથી બાવળો હટાવવા માંગણી ઉઠી છે. આ બાબતે તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઇ લાડુમોર, તાલુકા ઉપપ્રમુખ અરજણ વાઘ, જીલુભાઇ બારૈયા સહિતના આગેવાનોએ રજુઆત કરી છે.