ગઇ તા.૦૯/૦૭/૨૦૧૯ ના રોજ રાત્રીના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે થયેલ ખુનના બનાવ સંદર્ભે દાખલ થયેલ ગુન્હાના આરોપીઓ ખુન કરી નાસી ગયેલ હોય જેને તાત્કાલીક પકડી પાડવાની સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ગઢડા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહીલ તથા ભગીરથસિંહ ગોહીલ તથા હેડ કોન્સ. હેમરાજભાઇ બારડ તથા મહેશભાઇ બાવળીયા તથા રામદેવસિંહ ચાવડા આ ગુન્હાના કુલ-૦૩ આરોપીઓ પૈકી એક આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ હતો અને નાસી ગયેલ બે આરોપીઓ પૈકી મહેશ વાલજીભાઇ પરમાર રહે.ઉગામેડી તા.ગઢડા જી.બોટાદ વાળાને તા.૧૧/૦૭/૨૦૧૯ ના રોજ જનડા ગામની સીમમાંથી ઝડપી પાડેલ. ત્યારબાદ અન્ય એક આરોપી હજુ પોલીસ પકડથી દુર હતો તે ગૌરવ ઉર્ફે ગૌતમ વાલજીભાઇ પરમાર રહે.ઉગામેડી ગામ તા.ગઢડા વાળાને પણ આજરોજ તા.૧૨/૦૭/૨૦૧૯ ના રોજ ઢસા ચોકડી ખાતેથી ઝડપી પાડી પો.સ્ટે. લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે