તા.૧૩ને બુધવારના રોજ સિહોર શહેર કોંગ્રેસની એક મિટીંગ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણની આગેવાની હેઠળ સિહોર ભાજપના ગઢ ગણાતા કંસારા બજારના રપથી વધુ ભાજપ છોડી કોંગ્રેસના હાથને સાથ આપી નવસર્જન ગુજરાત સાકારની નેમ સાથે કોંગ્રેસમાં સામેલ થયા હતા. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તાર માટે મોટી સફળતા છે. આ જોડાયેલાઓમાં વિશાળ કાગડા, ગૌતમ ચૌહાણ, રામ ચૌહાણ, મનિષ ગોહિલ, રાહુલ ભાવસાર, રાહુલ કનાડા, કિશન ભાવસાર, આકાશ ભાવસાર, ભાવેશ દુધેલા, દર્શક કાગડા, પારસ ગોહેલ, જીગ્નેશ લાલાણી, લાલો ખત્રી, મિલન લુહાર, અમિત પવાર, આકાશ મકરાણી, મોહિત દુધેલા, પકાભાઈ મકરાણી, જયેશ ત્રિવેદી, રાજુ મકરાણી, હિતેશ લાલાણી, વિજય સુખડીયા, હાર્દિક કાગડા, જીગર હિરાણી સહિત અનેક યુવા કાર્યકરો ભાજપને રામ રામ કરી કોંગ્રેસની ખેસ ધારણ કરેલ અને આવનારા દિવસોમાં હજુ વધુ જોડાવાની સંભાવના દેખાઈ રહી છે. આ તમામ યુવા કાર્યકરોને સિહોર શહેર કોંગ્રેસના આગેવાનોએ આવકાર્યા હતા. આ દરમિયાન સિહોર શહેર કોંગ્રેસના મુકેશભાઈ જાની, દિનુભાઈ પટેલ, વિજયભાઈ આલ, કિરણભાઈ ઘેલડા, ચેતન ત્રિવેદી, માવજીભાઈ સરવૈયા સહિતની ઉપસ્થિતિ હતી.