નાની બાળાઓનાં મોળાકત વ્રત (ગૌરીવ્રત)નો આજે અષાઢ સુદ અગિયારસનાં દિવસથી પ્રારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા મોળાકત વ્રતનાં પ્રારંભે આજે સવારે શણગાર સજીને બાળાઓ શિવમંદિરે પહોંચી હતી અને ગોરમાની પૂજા કરી હતી. બાળાઓ પાંચ દિવસ સુધી મોળુ ખાઇને વ્રતની ઉજવણી કરશે જ્યારે રવિવારથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે.