સોનગઢ નજીકનાં મોટા સૂરકા ગામ પાસે ગત રાત્રીનાં કોળી યુવાનની થેયલી ક્રુર હત્યા બાદ કોળી સમાજનાં ટોળા પો.સ્ટે. અને હોસ્પીટલ પહોંચ્યા હતા અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કરેલ બાદ આજે પોલીસની સમજાવટ બાદ બપોર પછી લાશ સ્વીકારી હતી.
સોનગઢના પાચવડા વિસ્તારમાં રહેતો રામજીભાઈ છનાભાઈ કંટારીયા ઉ.વ.આ.૩૧ સિહોર ખાતે હીરા ના કારખાને કામ કરતો હોય સાંજે પોતાનું બાઈક નં.જીજે-૦૪-બીડી-૯૦૪૬ લઈ ઘરે પરત ફરતી વેળાએ સોનગઢ સુરકા વચ્ચે અંદાજે ૨ થી વધુ શખ્સો દ્વારા યુવક ને ચાલુ બાઈકે તિક્ષ્ણ હથિયારોના ઘા ગળાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધેલ ત્યારે લોહીથી લથબથ તરફડીયા મારી યુવક સ્થળ પર જ મોતને ભેટ્યો હતો
મારનાર ની એટલી બધી ક્રૂરતા હતી કે યુવકનું રીતસરનું ગળું કાપી નાખ્યું હતું. રામજીભાઈ છનાભાઈ કંટારીયા જાતે કોળી હોવાનું જાણવા મળેલ યુવાન હીરાનું કામ કરતો હોય ૨ બહેન તથા ૨ ભાઈ છે ૨ભાઈ માંથી મરણજનાર યુવક મોટો હોય એક ભાઈ નાનો છે. સ્થાનિકોની ચર્ચા મુજબ કોઈ પ્રેમ પ્રકરણ હોવાનું અનુમાન છે ત્યારે સ્થળ પર પોલીસનો મસમોટો કાફલો પહોંચી ગયો હતો.
લાશને સિહોર સીએચસી ખાતે પીએમ અર્થે મોકલી હતી ત્યારે સિહોર માં સીએચસી ખાતે રાત્રી ના પીએમ ન કરતા હોય કોળી સમાજના આગેવાનો સહિત ટોળેટોળાં સિહોર સીએચસી ખાતે દોડી આવ્યા હતા.સવારે પીએમ થયા બાદ લાશ નહિ સ્વીકારવાનો પરિવાર જનો નિર્ણય કરાતા પોલીસ સ્ટેશનમાં પણ કોળી સમાજ ના આગેવાનો ઉમટી પડ્યા હતા
ડીવાયએસપી નાયબ મામલતદાર ,સિહોર પીઆઇ,સોનગઢ પીએસઆઇ, એલસીબી તથા પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે ત્યારે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોય ટુક સમયમાં ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
અંતે પોલીસ ની સમજાવટ બાદ બપોરે ૩ઃ૩૦ કલાકે પરિવારજનોએ કર્યો લાશનો સ્વીકાર કર્યો હતો અને સોનગઢ ખાતે અંતિમ વિધિ કરાયેલ.