અમૂલ દૂધના ટેમ્પોમાંથી રૂ. ૬.૪૬ લાખના દારૂ સાથે ૨ શખ્સોની ધરપકડ

543

વડોદરામાં અમૂલ દૂધના ટેમ્પો માંથી દારૂ ઝડપાયો છે. નેશનલ હાઈવે નંબર-૮ પર એલ એન્ડ ટી કંપની નજીકથી બાપોદ પોલીસે રૂ. ૬.૪૬ લાખના દારૂ સાથે ૨ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

દૂધની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જેમાં દૂધના કેરેટમાં દારૂનો જથ્થો સંતાડીને ભરૂચ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે બાપોદ પોલીસે દારૂની હેરાફેરી કરનાર ભરૂચના બે શખ્સોને ઝડપી લઈ ટેમ્પો સહિત દારૂનો જથ્થો જપ્ત કર્યો.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, નેશનલ હાઇવે નં-૮ પર અમદાવાદથી ભરૂચ તરફ જવાના રસ્તે અમૂલ દૂધના એક ટેમ્પોમાં દારૂની હેરાફેરી થઇ રહી હોવાની બાતમી બાપોદ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ પુરતી વોચ ગોઠવી હતી.

દરમિયાન અમૂલ દૂધનો ટેમ્પો દેખાતા તેની અટકાયત કરવામાં આવી હતી. ટેમ્પોમાં સવાર ભરૂચના બે શખ્સોની પોલીસે પૂછપરછ કરતા ધર્મેન્દ્રસિંહ ભગવતસિંહ રાજ (દરબાર) અને હેમેશ અશોકભાઇ મોદી નામ હોવાનુ જણાવ્યું હતું. પોલીસે ટેમ્પોના પાછલા ભાગે દરવાજો ખોલી તપાસ કરતા દૂધના ખાલી કેરેટ જોવા મળ્યાં હતા.

ટેમ્પોમાં તપાસ કરતા દારૂના કુલ ૨૪૧૪ નંગ પાઉચ મળી આવ્યા હતા. બાપોદ પોલીસે કુલ ૬.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેથી બાપોદ પોલીસે ટેમ્પોમાં સવાર બન્ને શખ્સોની આ મામલે પુછપરછ કરતા ભરૂચના ઝાડેશ્વર સ્થિત રંગસૃષ્ટિ સોસાયટીમાં રહેતા ભાર્ગવ બારોટનો હોવાનુ જાણવા મળ્યું છે.

Previous articleસચિનના રેકોર્ડને તોડવાની વિલિયમસન -રૂટ પાસે તક
Next articleપ્રેમલગ્ન કરનાર દલિત યુવાનની હત્યા મામલે યુવતીનાં પિતાની કરાયેલી અટકાયત