અષાઢ માસના પ્રારંભથી આમ તો ચોમાસાની મોસમ પૂર્ણ રીતે ખીલી જતી હોય છે. ત્યારે આ વર્ષે હજુ પણ પાટનગરમાં મેઘરાજાએ રીસામણાં કર્યા હોય તેમ જોઈએ તે પ્રમાણે વરસી રહયા નથી અને દિનપ્રતિદિન તાપમાનના પારામાં પણ બદલાયેલા હવામાનના કારણે વધારો થઈ રહયો છે.
અષાઢ માસમાં ૩૯ ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી જતાં દિવસ દરમ્યાન નગરજનો પણ ગરમીની સાથેસાથે ભેજના પ્રમાણમાં થઈ રહેલા ઘટાડાના પગલે ઉકળાટભર્યા વાતાવરણનો પણ સામનો કરી રહયા છે. તો રાજયના અન્ય વિસ્તારોમાં જે પ્રકારે મેઘમહેર થઈ છે તેવા વરસાદની ચાતક નજરે રાહ પણ નગરજનો જોઈ રહયા છે.