જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ચાહકો રાહ જોઇ રહ્યા છે તે આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને યજમાન દેશમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કારણ કે જોરદાર દેખાવ કરીને ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે. એક વખતે તેના પર વર્લ્ડ કપમાંથી આઉટ થવાનો ખતરો હતો. જો જે ઇંગ્લેન્ડ જોરદાર દેખાવ કરીને વાપસી કરી હતી. સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે શક્તિશાળી ઓસ્ટ્રેલિયા પર મજબુત જીત મેળવી હતી. પ્રથમ સેમીફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર જીત મેળવીને મોટો અપસેટ સર્જયો હતો. ન્યુઝીલેન્ડની ટીમ અંડરડોંગ તરીકે મેદાનમાં ઉતરી હતી અને ભારત સામે લો સ્કોરિંગ મેચમા ંપણ જીત મેળવી લીધી હતી. હવે ફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ન્યુઝીલેન્ડ સેમીફાઇનલમાં ભારત સામે જોરદાર દેખાવ કર્યાબાદ તેની પાસેથી પણ જોરદાર દેખાવની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. ભારતીય ટીમ સેમીફાઇનલમાં હારી ગયા બાદ કરોડો ચાહકો નિરાશ થયા છે પરંતુ ફાઇનલ મેચ જોવા માટે ઉત્સુક છે. ઇતિહાસની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એક વખત ૨૦૧૫માં સેમિ ફાઇનલમાં જીત મેળવીને ફાઇનલમાં પહોંચી શકી છે. ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે.
ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો ૧૯૯૨ની એડિશન બાદ પ્રથમ વખત અંતિમ ચારમાં પહોંચી છે. છઠ્ઠી વખત ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યા બાદ જીત મેળવીને ફાઇનલમાં પહોંચી છે. છેલ્લા છ વખતમાં ત્રણ વખત તેની જીત થઇ છે અને બે વખત હાર થઇ છે. આવતીકાલે ફાઇનલમાં રમે તે પહેલા ત્રણ વખત ફાઈનલમાં રમી હોવા છતાં ઇંગ્લેન્ડની ટીમ ક્યારે પણ વિજેતા બની શકી નથી. ૧૯૭૫ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં આમને સામને આવી હતી. ૧૯૭૫માં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી.ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં રોહિત શર્મા, ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ તરફથી જોય રૂટ, જેસન રોય, બેયરશોર પણ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. છેલ્લી મેચમાં તેમની બેટિંગ જોરદાર રહી હતી. આ તમામ બેટ્સમેનો ઉપરાંત કેપ્ટન મોર્ગન અને બેન સ્ટોક્સ પણ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. ઇંગ્લેન્ડને વર્લ્ડ કપનો તાજ જીતવામાં હજુ સુધી સફળતા હાથ લાગી નથી. આ વખતે ભારતીય ટીમ સૌથી વધારે ફેવરીટ હતી. જો કે સેમીફાઇનલમાં તેની હાર થઇ ચુકી છે. ઇંગ્લેન્ડના ચાહકો ભારે ઉજવણીના મુડમાં દેખાઇ રહ્યા છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડની ટીમ પણ વર્લ્ડ કપથી હજુ સુધી વંચિત રહી છે. પ્રથમ વખત તેની પાસે પણ કપ જીતવાની તક છે. વિલિયમસન જોરદાર ફોર્મમાં છે. જો કે ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ હાલમાં ફોર્મમાં નહીં હોવાથી તેની સામે સમસ્યા થયેલી છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, સ્ટોકસ, વિન્સ, વોક્સ અને માર્ક વુડ.
ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી.