મોદી-૨ શિક્ષણ સંસ્થાઓમાં ત્રણ લાખ જગ્યાઓ ભરવા માટે તૈયાર

450

કેન્દ્ર સરકારે ૧૬૭ પરિવર્તનકારી વિચારોની એક યાદી તૈયાર કરી લીધી છે. જેની સાથે સંબંધિત કામ મોદી સરકારની બીજી અવધિમાં પ્રથમ ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર છે. આના માટે ટાર્ગેટ નક્કી કરવામાં આવી રહ્યા છે. પ્રથમ ૧૦૦ દિવસના ગાળામાં કેટલાક મોટા કામને પૂર્ણ કરવામાં આવનાર છે. જે કામોની યાદી પ્રથમ ૧૦૦ દિવસ માટે તૈયાર કરવામાં આવી છે તેમાં દેશભરમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ત્રણ લાખ ફેકલ્ટીની ખાલી જગ્યાને ભરવાની બાબત પણ સામેલ છે. ૧૫મી ઓક્ટોબરના દિવસે મોદી સરકાર બીજી અવધિમાં તેના પ્રથમ ૧૦૦ દિવસ પૂર્ણ કરી લેનાર છે. કેબિનેટ સેક્રેટરી પ્રદીપ સિંહાએ ૧૦મી જુલાઇના દિવસે તમામ સચિવોને સંદેશ મોકલી દીધા હતા. જે સચિવોના ક્ષેક્ષીય ગ્રુપની ભલામણ  પર આધારિત છે. સરકારના ૧૦૦ દિવસના ગાળામાં ક્યાં ક્યા કામોને પ્રાથમિકતા મળવી જોઇએ તેની યાદી તૈયાર કરવામાં આવી છે. જે પૈકી ૧૬૭ કામોને હાલમાં પ્રાથમિકતા આપવામાં આવનાર છે. કેબિનેટ સેક્રેટરી દ્વારા આ આઇડિયાને અમલી કરવા માટેની તારીખ પાંચમી જુલાઇથી ૧૫મી ઓક્ટોબર વચ્ચેની રાખવામાં આવી છે. જે પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવામા ંઆવનાર છે તેમાં મુખ્ય રીતે વહીવટી સુધારા સામેલ છે. સરકારનુ ધ્યાન હાલમાં તો કેન્દ્રિકૃત જાહેર ક્ષેત્રની ફરિયાદોને દુર કરવાનુ પણ છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાલી રહેલી ત્રણ લાખ જગ્યાઓને વહેલી તકે ભરી દેવામાં આવનાર છે.

સરકાર પ્રથમ ૧૦૦ દિવસના ગાળામાં નક્કી કરવામાં આવેલા તમામ કામોને ગંભીરતા સાથે પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. આમાં કોઇ લાપરવાહી કરવા માટે તૈયાર નથી. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી હતી. મોદીની લહેર વચ્ચે ભાજપે ૩૦૩ સીટો જીતીને નવો ઇતિહાસ સર્જયો હતો. મોદી સરકાર તેમના કામોને વહેલી તકે પૂર્ણ કરવા ઇચ્છુક છે. એમ માનવામાં આવે છે કે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયને દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાલી રહેલી ૩ લાખ જગ્યાઓને ભરવા માટે ૧૦૦ દિવસની અંદર મોટા પાયે અભિયાન છેડવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સાંસ્કૃતિક મંત્રાલયને નહેરુ સ્મારક અને પુસ્તકાલયમાં દેશમાં વડાપ્રધાનના મ્યુઝિયમ માળખાને તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે તેના પર લાલ કિલ્લા પર ત્રણ નવા બેરક મ્યુઝિયમના ઉદઘાટન સહિત મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ કાર્યક્રમ સંબંધિત કેટલાક કાર્યક્રમને અંજામ આપવામાં પણ કહેવામાં આવ્યું છે. મોદી સરકાર પોતાની બીજી અવધિમાં પ્રથમ ૧૦૦ દિવસ દરમિયાન તમામ કામો નિર્ધારિત ગાળામાં પૂર્ણ કરવા ઈચ્છુક છે. ૧૦૦ દિવસ માટે અજેન્ડાને આખરી ઓપ આપવામાં આવ્યા બાદ તમામ મંત્રાલયો કામને લઈને કમર કસી ચુક્યા છે. મોદી સરકાર સતત બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે હાલમાં ચુંટાઈ આવી છે.

Previous articleગોવા : કોંગ્રેસ છોડીને આવેલા ત્રણ ધારાસભ્યો પ્રધાનો બન્યા
Next articleકાલે મધરાતે ૨-૫૧ મિનિટે ‘ચંદ્રયાન-૨’ લોન્ચ કરાશે