વડોદરા જેલમાંથી જામીન પરથી ફરાર થયેલ હત્યાનાં આરોપીને ઝડપી લેતી બોટાદ પોલીસ

546

એલ.સી.બી. બોટાદના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ટી.એસ.રીઝવી તથા સ્ટાફના વનરાજભાઇ વીશુભાઇ, બળદેવસિંહ ફતેસિંહ,ગઢડા પો.સ્ટે.ના રામદેવસિંહ હરિસિંહ,  કરશનભાઇ વશરામભાઇ, હરપાલસિંહ ધનશ્યામસિહ, પ્રવિણભાઇ રમણીકભાઇ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હોય તે દરમ્યાન બાતમી હકિકત આધારે વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી નં. ૮૪૭૧૩ તરીકે સજા ભોગવતો અને વચગાળાના જામીન ઉપર રજા ઉપર આવેલ આરોપી ગોપાલભાઇ કુંવરાભાઇ દેવીપુજક રહે. રાજીવનગર પટેલ સોસાયટી નડીયાદ મુળ ગામ ભીમડાદ તા. ગઢડા જી. બોટાદ વાળો વચગાળાના જામીન ઉપરથી ફરાર હોય જેથી તેના વિરૂધ્ધ નડીયાદ પ્રશ્વિમ પો.સ્ટે. ગુન્હો દાખલ થયેલ હોય જે આરોપી નાસ્તો ફરતો હોય અને ગઢડા તાલુકાના ભીમડાદ ગામે તેના રહેણાંક મકાને આવેલ હોવાની હકિકત આધારે ગોપાલભાઇ કુંવરાભાઇ ચેખલીયા જાતે દેવીપુજક ઉવ.૩૦  સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી ગુન્હાના કામે આગળની કાર્યવાહી માટે ગઢડા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશરીર સંબંધી કેસોમાં સંડોવાયેલા બોટાદના શખ્સને હદપાર કરાયો