ભાવેણાની યોગ કવિન હેતસ્વી સોમાણીએ ભારતીય યોગ સંસ્કૃતિને યુરોપમાં વહાવી

598

યોગ બેક બેડીંગ ક્વીન નામે ઓળખાતી હેતસ્વી સરવૈયા સોમાણીએ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને વિદેશમાં ડંકો વગાડ્યો. તા.૧૬-૦૬ થી તા.૨૪-૦૬ દરમ્યાન યુરોપ ચેકરિપબ્લિક દેશમાંથી ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટીવલનું આયોજન થયું હતું. ભારત, ચેરરિપબ્લિક, રશિયા, ઇટાલી, મેક્સીકો, મેસેડોનીયા, તુર્કી, સ્લોવાકીયા, પોલેન્ડ, ચાઇના, બલ્ગેરીયા, ફ્રાન્સ તેમજ જર્મનએ આ ઇન્ટરનેશનલ ફેસ્ટીવલમાં ભાગ લીધેલ હતો. તેમાં અમદાવાદનું નામચીન ટ્રસ્ટ રંગસાગર પર્ફોમિંગ આર્ટ તરફથી ભાવેણાની હેતસ્વી એક માત્ર દિકરીએ યોગાસન આર્ટીસ્ટનું ભવ્ય નિર્દેશન કર્યું હતું. જે કૃતિ નિહાળીને યુરોપ ચેકરીપબ્લિક દેશના તમામ વતનીઓ ફેસ્ટિવલનાં ડાયરેક્ટર અને સંચાલક તેમજ રંગસાગરના મેઇન ડાઇરેક્ટર નરેશભાઇ પટેલ અને ગ્લોબલ મેનેજર જતીન સાધુ આનંદિત થઇને હેતસ્વીને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ યોગ ભારતની સંસ્કૃતિ છે જ્યારે ૨૧મી જૂન આંતર રાષ્ટ્રીય દિવસની ઉજવણી હેતસ્વીએ યુરોપના વતનીઓ સાથે કરીને યોગ સંસ્કૃતિ યુરોપમાં વહેતી મુકી હતી. જે ભારત દેશ તેમજ ભાવનગર માટે ખૂબ ગૌરવની બાબત છે.

Previous articleનાગેશ્રી, બાબરકોટ પ્રા. આ.કેન્દ્રમા  વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણી
Next articleજાફરાબાદમાં રોગચાળા અટકાવવા અગમચેતીના ભાગરૂપે પંચર તથા ભંગાર વાળાને નોટિસ અપાઈ