મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એચ.એફ. પટેલ તથા મેલેરીયા અધિકારી ડૉ એ.કે.સિંગના માર્ગદર્શન હેઠલ તથા તાલુકા હેલ્થ ઑફીસર ડૉ જીગ્નેશ ગોસ્વામી અને ચીફ ઑફીસર ચારુબેન મોરી દ્વારા જાફરાબાદના તમામ ટાયરપંચર વાળા તથા ભંગારના ડેલાવાળા ને, વાહક જન્ય રોગો ન ઉદભવે તે માટે તમામ ને નોટિસ આપવામા આવેલ આ અગાઉ તાલુકા હેલ્થ ઑફીસર ડૉ જીગ્નેશ ગોસ્વામી તથા જિલ્લા સૂપ.બુહાભાઈ અને તાલુકા સૂપ.ભુપેન્દ્રભાઈ દ્વારા મૌખિક સૂચના આપવામા આવી હતી.ચોમાસાની સિજન હોય વાહક જન્ય રોગો જેવા કે મેલેરીયા.ડેંગ્યુ.ચિકનગુનિયા.રોગો ના લોકોને ભોગ ના બનવુ પડે તે અંગે ની વિસ્તૃત સમજણ આપવામા આવી અને તમામ ટાયરો ને બંધ જગ્યામા મૂકવા અથવા તેના પર પ્લાસ્ટિકની ચાદર પેક કરી મૂકી રાખવા ભંગારવાળા ને પણ ખુલ્લા પડેલા ભંગાર મા વરસાદી પાણી ન ભરાય રહે તે માટે સલામત જગ્યાએ નિકાલ કરવા સૂચના આપવામા આવેલ છે અને નોટિસ ઇશ્યૂ કરવામા આવેલ છે આ તકે તાલુકા સૂપરવાઈસર ભુપેન્દ્રભાઈ શનિશ્વરા તથા અર્બન સૂપર વાઈસર સંજયભાઈ ડાભી દ્વારા તમામ કામગીરી કરવામા આવેલ છે.