એનસીસીના વાર્ષિક કેમ્પમાં ટ્રાફિક નિયમન અને જાગૃતિ અંગે કાર્યક્રમ

627

૬ ગુજરાત બટાલીયન એન.સી.સી ભાવનગર દ્વારા આયોજિત વાર્ષિક પ્રશિક્ષણ શીબીર અને થલ સેના કેમ્પ નું ભાવનગર તાબેના સીદસર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ગુપ અંતર્ગત ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જુનાગઢ અને સુરેન્દ્રનગર ના જૂનિયર અને સિનયર ડીવીઝન અને વીંગના ૪૯૫ જેટલાં છોકરા અને છોકરીઓ ભાગ લય રહ્યા છે. જેમાં ડ્રીલ ફાઈરીગ ઓબસ્ટીકલ સામાજિક પ્રવૃત્તિ ઓ યોગ રમતગમત સહીત અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

આજરોજ કેમ્પ કમાન્ડર સીઓ એસ.એ.ખેર ના માર્ગદર્શન હેઠળ ભાવનગર સીટી  ટ્રાફિક પોલીસ ના ઇન્ચાર્જ પી.આઇ આર.કે.સોલંકી તેમજ ટ્રાફિક પો.કો.જયદેવભાઈ દ્વારા એન.સી.સી  કેડેટ ને ટ્રાફિક નિયમન, રોડ સેફ્‌ટી અંગે જાગૃતી લાવવાનાં આશયથી જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારત માં થતાં રોડ અકસ્માતો તેના કારણો અને ગંભીરતા અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ સમગ્ર કેમ્પ તેમજ ટ્રાફિક નિયમન અને જાગૃતિ અંગેના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે એડમ ઓફીસરસીઓ જય પ્રકાશ તેમજ એન.સી.સી ઓફીસર એસ.પી.પરમાર બાબુભાઈ. એમ.ડી.રાઠોડ સુબેદાર મેજર જી.બી.પુલામી જે.સી.ઓ અને એન.સી.ઓ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.

Previous articleજાફરાબાદમાં રોગચાળા અટકાવવા અગમચેતીના ભાગરૂપે પંચર તથા ભંગાર વાળાને નોટિસ અપાઈ
Next articleમો.ચા. રાજગોર છાત્રાલયમાં પ્રમુખ પદે ગીરીશભાઇ પંડ્યાની વરણી